લોનાવાલા પાસેના એકવીરા દેવીના ગઢ પર રોપ વે બનાવવામાં આવશે
રાજ્યના પુણે જીલ્લાના લોનાવાલા પાસે કાર્લા ખાતે આવેલા એકવીરા દેવીના ગઢ પર આગામી સમયમાં રોપ-વે બનાવવામાં આવશે તેવું મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે.એકવીરા દેવી કિલ્લા સુધી પહોંચવા માટે રજ્જુ માર્ગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ ટુરીઝમ વિભાગ દ્વારા ભારતના પુરાતત્વ વિભાગ,વન વિભાગના સહયોગથી હાથ ધરવાનો હતો.પરંતુ હવે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે જેને રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.આમ એકવીરા દેવીનું મંદિર સહ્યાદ્રી પર્વતોની તળેટીમાં કાર્લા ખાતે એક ટેકરી પર આવેલું છે.જેમા મંદિર સુધી પહોંચવા માટે કેટલાક પગથિયાં ચઢવા પડે છે.જેમાં ચોમાસા દરમિયાન આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય મન મોહી લે તેવું છે.જ્યાં પ્રવાસીઓ પર્વત પરથી નીચે આવતા ધોધ અને નજીકના લોનાવલા અને ખંડાલાના પ્રખ્યાત હિલ સ્ટેશન ઉપરાંત લોહગઢ સહિત શિવકાળના અન્ય ઐતિહાસિક કિલ્લાઓ જોઈ શકે છે.