લોકોએ પેરિસના રસ્તા પર ઉતરીને તોડફોડ કરી

Other
Other

પેરિસ, કતરમાં થયેલા ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલમાં આર્જેંટિનાના હાથે મામૂલી અંતરથી હાર બાદ ફ્રાન્સમાં ફુટબોલ પ્રશંસકોએ હોબાળો મચાવ્યો છે. લ્યોન, નીસ અને રાજધાની પેરિસના રસ્તા પર ઉતરેલા ફુટબોલના ફેન્સે તોડફોડ કરી અને આગ લગાવી હતી. પોલીસની સાથે પણ ઝપાઝપી થઈ હતી. ઉપદ્રવીઓને કાબૂ કરવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડયા હતા. દ સનના એક રિપોર્ટ અનુસાર, પેરિસમાં ફેમસ ચેંપ્સ એલિસીઝ પર રમખાણોને કાબૂ કરવા માટે પ્રશંસકોની સાથે અથડામણ થઈ હતી. કારણ કે તણાવપૂર્ણ રમત બાદ ફ્લેયર્સ સળગાવ્યા અને આકાશમાં આતશબાજી કરી હતી.

ફુટબોલ વિશ્વ કપ ફાઈનલમાં જીતની આશામાં હજારો પ્રશંસક પેરિસ અને અન્ય ફ્રાંસીસ શહેરોમાં જમા થયા હતા. પણ તેમની રાષ્ટ્રીય ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેંટિનાના હાથે ૪.૨થી હારી ગઈ હતી, જેણે ફેન્સના જુસ્સાને ઠંડો પાડી દીધો હતો. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. આખી દુનિયાની નજર દુનિયાની આ સૌથી મોટી મેચ પર મંડાયેલી હતી. પરંતુ શું આ મેચ કોઈએ આકાશમાંથી પણ જોઈ હતી? ગેરી લિનેકરે ફિફા વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં આ સવાલ પૂછયો હતો. કતારમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને સપોર્ટ કરી રહેલા ઈંગ્લેન્ડના લિનેકરે પણ એક તસવીર ટ્વીટ કરી અને તેમાં ડિએગો (મેરાડોના)નો ઉલ્લેખ કર્યો. ડિએગો મેરાડોનાના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ ૧૯૮૬માં વર્લ્ડ કપ જીત્યો હતો.

કતારમાં વર્લ્ડ કપની ફાઈનલ લુસેલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ છે. કેપ્ટન લિયોનેલ મેસીએ મેચમાં આર્જેન્ટિનાને ૧-૦ની લીડ અપાવી હતી. તેણે ૨૩મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો હતો. ફ્રાન્સના ઓસમાને ડેમ્બેલે આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયાને પેનલ્ટી બોક્સમાં નીચે લાવ્યો. તેની ભૂલ જોઈને રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. પેનલ્ટી મળતા સેમીફાઇનલની જેમ કેપ્ટન મેસીએ ફરી કોઈ ભૂલ ન કરી અને બોલ સીધો ગોલપોસ્ટમાં નાખ્યો હતો આર્જેન્ટિનાએ પ્રથમ ગોલથી શરૂઆત કરી હતી. આર્જેન્ટિના અને ફ્રાન્સ વધારાના સમયમાં પહોંચી ગયા હતા.

નિર્ધારિત ૯૦ મિનિટ સુધી મેચ ૨-૨ થી બરાબર રહી હતી. વધારાના સમયમાં દરેક ૧૫ મિનિટના બે ભાગ થયા હતા. તેમાં પણ્ નિર્ણય ન આવતા ત્રણ મિનિટનો એકસ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો. આખરે તેમાં પણ નિર્ણય ન આવતા પેનલ્ટીનાં આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના પહેલા હાફમાં લિયોનેલ મેસ્સી અને એન્જલ ડી મારિયાના ગોલને કારણે આર્જેન્ટિનાએ ૨-૦ની સરસાઈ મેળવી હતી. એવું લાગી રહ્યું હતું કે આર્જેન્ટિના આસાનીથી મેચ જીતી જશે જ્યારે કૈલિયન એમબાપ્પે ૮૦મી અને ૮૧મી મિનિટે બે ગોલ ફટકાર્યા હતા. તેના ગોલને કારણે ફ્રાન્સ મેચમાં પાછું ફર્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.