હિંમતનગરમાં બજરંગ કબડ્ડી સ્પર્ધા યોજાઈ, આઠ ગામમાંથી 18 ટીમોએ ભાગ લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના ગાંભોઇ, નિકોડા, કાંકણોલ, કડોદરી, જામળા, રણાસણ, વિરાવાડા, મોયદ અને હિંમતનગર સહીત વિવિધ ગામોમાંથી 18 ટીમો જેમાં હિંમતનગર કોલેજ, બ્લેક ટાઈગર, રામદેવ નિકોડા, સેવન સ્ટાર, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, જય શ્રીરામ, જય વાળીનાથ, વીરાવાડા લાયન્સ, મહેતાપુરા મહાકાલ, શ્રીનગર બજરંગી, સી.કે. રેસિડેન્સી ટીમ, ગાંભોઈ બજરંગ દળ, શારદાકુંજ બજરંગી, બજરંગ કળોદરી, બજરંગી ટીમ કાકરોલ, શ્રીકૃષ્ણ યુવક મંડળ બ્રહ્માણીનગર વગેરે ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સ્પર્ધાની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રાંતમંત્રી નલિન પટેલે દીપ પ્રાગટ્ય કર્યો હતો. સમારંભ અધ્યક્ષ અજય પટેલ, જિલ્લા અધ્યક્ષ મનહર સુથાર, જિલ્લા ઉપાધ્યક્ષ જયેશ પટેલ, જિલ્લા મંત્રી હિતેશ પટેલ, સહીત બજરંગ દળના વિવિધ વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

સ્પર્ધામાં ૧૮ ટીમો વચ્ચે લીગ મેચ યોજાયા બાદ સેમી ફાઈનલ રાઉન્ડ એકમાં હિંમતનગર કોલેજ અને ગાંભોઈ ટીમ સામસામે ટકરાઈ હતી. જેમાં હિંમતનગર કોલેજ વિજયી બની હતી. જ્યારે બીજી સેમીફાઇનલમાં જય વાળીનાથ અને વીરાવાડા લાયન્સ ટીમ સામસામે ટકરાઈ હતી. જેમાંથી વીરાવાડા ટીમ વિજેતા બની હતી અને ફાઇનલમાં વીરાવાડા સામે હિંમતનગર કોલેજ ટીમ આવી હતી. જેમાંથી હિંમતનગર કોલેજ ટીમ વિજયી બની હતી.

જ્યારે વિરાવાડા બજરંગ ટિમ રનર્સ અપ રહી હતી. તમામ ટીમોને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા લવ જેહાદ રાષ્ટ્રીય એવમ ધાર્મિક સંકટ નામનું પુસ્તક, પરિષદનું પંચાંગ અને વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાપન સમારંભના અધ્યક્ષ તરીકે હિંમતનગર નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેને ઉપસ્થિત રહ્યા હતા. કબડ્ડી સ્પર્ધા યોજવા બદલ પરિષદ બજરંગદળને અભિનંદન પાઠવ્યા હતા. યુવાનો વધુમાં વધુ ભાગ લે તેવી પ્રેરણા આપતા ઉપસ્થિત મહેમાનોએ સંબોધન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.