પ્રાંતિજના માર્કેટયાર્ડમાં બે દુકાનોના તાળા તૂટયાં

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના માર્કેટયાર્ડમાં આવેલી બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી તિજોરી ઉપાડી લઇ ગયા હતા. તો સાથે સીસીટીવીનું ડીવીઆર પણ લઇ ગયા હતા. ચોરીની ઘટનામાં બે દુકાનોમાંથી રૂપિયા 95 હજારની ચોરી કરી ચોરો નાસી ગયા હતા. જે અંગે દુકાન માલિકોએ પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.

પ્રાંતિજ નેશનલ હાઇવે નં.8 પર કમાલપુર ખાતે આવેલા શાકમાર્કેટમાં બુધવારે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઇસમોએ માર્કેટયાર્ડમાં આવેલા બે દુકાનોની પાછળના ભાગે લાગેલી જાળી તોડી દુકાનોમાં અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલી તિજોરીનું તાળું તોડી તેમાં રહેલા રોકડ રકમ 90 હજાર તથા દુકાનમાં લાગાવેલા સીસીટીવી કેમરાનું ડીવીઆર ચોરો લઇ ગયા હતા.

શિવશક્તિ વેજીટેબલ દુકાન નં. 6 પરેશભાઇ પટેલની દુકાનમાં પણ પાછળની બારી તોડી ચોરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાંથી રોકડ રૂપિયા 5 હાજરની ચોરી કરી હતી. તો દુકાનમાં રહેલી તિજોરી પણ ચોર ઉઠાવી ગયા હતા અને તિજોરી દુકાનની પાછળ વાધામા મુકીને તસ્કરો જતા રહ્યાં હતા. દુકાન માલિકોએ ચોરી અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પ્રાંતિજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. પ્રાંતિજ સહિત તાલુકાના લોકો દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માગ પણ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.