![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/Rakhewal-334.jpg)
માલવેર દ્વારા સૌથી વધુ સાયબર હુમલામાં ભારતનો સમાવેશ
નવી દિલ્હી, આઈટી કંપની માઇક્રોસોફ્ટે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત એવા ટોચના ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં ૨૦૨૨ દરમિયાન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) ઉપકરણોને માલવેર દ્વારા સૌથી વધુ સાયબર હુમલાનો સામનો કરવો પડયો હતો. આ દૃષ્ટિએ ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે છે.
માઈક્રોસોફ્ટના સંશોધકોએ ૨૦૨૨ દરમિયાન આઈઓટી માલવેર હુમલાઓનું વિશ્લેષણ કરીને જોયું કે ચીનમાં સૌથી વધુ ૩૮ ટકા હુમલા થયા છે. માઈક્રોસોફ્ટ સાયબર સિગ્નલના અહેવાલમાં જણાવાયું છે કે ૧૮ ટકા હુમલા સાથે યુએસ બીજા ક્રમે છે.
રિપોર્ટ અનુસાર, *માઈક્રોસોફ્ટ સંશોધકોએ શોધી કાઢયું છે કે ૨૦૨૨ માં આઈઓટી માલવેર હુમલાના સંદર્ભમાં ભારત ટોચના ત્રણ દેશોમાં છે.* રિપોર્ટમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આઈઓટી માલવેર હુમલામાં ૧૦ ટકા હિસ્સો ભારતનો હતો.