વિજયનગર શહેરમાં કલેક્ટરના વન-વે ટ્રાફિક જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન

સાબરકાંઠા
સાબરકાંઠા

વિજયનગરમાં કલેક્ટરના વનવે ટ્રાફિકના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા વેપારીઓ અને આમ લોકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. જેમાં એસ.ટી.બસોનું બીએસએનએલ તરફથી બસ સ્ટેશન પર આવવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના એકતરફી આવાગમનના આદેશોનું પાલન કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિજયનગર ગામમાં સાંકડા રસ્તાના કારણે કલેક્ટર દ્વારા વર્ષોથી એકતરફી આવાગમન માટેનું જાહેરનામું પાડી ભારે વાહનો માટે સવારે સાતથી રાત્રિના સાત વાગ્યા સુધી છતરીયાથી બીએસએનએલ ત્રણ રસ્તા તરફ વનવે રૂટ જાહેર કરાયો છે. જેમાં એસ ટી બસ માટે પણ ભિલોડા, રાણી કે જાલેટી તરફથી વિજયનગરમાં પ્રવેશ માટે વાયાં છતરિયા ત્રણ રસ્તાથી જ બસ સ્ટેશન પર જવાની સૂચના હોવા છતાં પણ એસ.ટી. બસના ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશોની અવગણના કરીને રાણી, કોડિયાવાડા, જાલેટી તરફથી વિજયનગરમાં પ્રવેશ માટે બી.એસ.એન.એલ.તરફથી બસ ઘુસાડવામાં આવતા વિજયનગર ગ્રામ પંચાયતથી કોર્ટ સુધીના સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.