વિજયનગરમાં બાઇક પર ભરાવેલ 2 લાખ ભરેલ થેલો ગઠિયો ઉઠાવી ગયો

અરવલ્લી
અરવલ્લી

વિજયનગર પોલીસ સ્ટેશનના 50 મીટર વિસ્તારમાં આવેલા સાબર કોમ્પ્લેક્ષ આગળ પાર્ક કરેલા ટેલિફોન ખાતામાંથી નિવૃત્ત કર્મીના બાઇક પર લટકાવેલા થેલામાંથી 2 લાખ ભરેલો થેલો ગઠિયો ઉઠાવી જતાં ચકચાર મચી છે. બાઈક પરથી ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મોજાળિયાના ટેલિફોન ખાતામાંથી નિવૃત્ત થયેલા વાલજીભાઈ સકરાજી કટારા પોતાના નવીન મકાનનું ધાબુ ભરવાનું હોઇ પોસ્ટ ઓફિસમાંથી 2 લાખ ઉપાડી પોતાનું બાઈક લઈ ધાબામાં પીવીસી પાઇપ ફીટીંગનાં સામાન અંગે પૂછપરછ કરવા સાબર કોમ્પલેક્ષમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ગયા હતા.

જ્યાં તેમણે પોતાનું બાઈક દુકાન આગળ પાર્ક કરી રૂપિયા ભરેલો થેલો બાઈક પર જ લટકતો મૂકી દુકાનદાર સાથે ભાવતાલ કરવા ગયા હતા.જેઓ દુકાનમાંથી પરત આવી બાઈક પાસે આવતા બાઈક પર ભરાવેલો રૂપિયા ભરેલો થેલો નજરે ન પડતાં વાલજીભાઈએ વિજયનગર પોલીસમાં જાણ કરતાં પોલીસે દુકાન આસપાસની દુકાનોનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં વાલજીભાઈની બાઈક પરના થેલામાંથી રૂપિયાની ચોરી કરતો યુવક નજરે પડતાં પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી.જ્યારે આ લખાય છે ત્યાં સુધી વિજયનગર પોલીસ મથકમાં કોઈજ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જમાદાર જવાનસિંહે જણાવ્યું હતું. સાથે જ પોલીસની કામગીરી સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.