કિડની સંબંધિત રોગો અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

સંજીવની
સંજીવની

કિડનીને લગતા રોગો અંગે લોકોમાં અનેક મૂંઝવણો રહેલી હોય છે. આ રોગોને લઇને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે અને ક્યારેક યોગ્ય જાણકારીના અભાવે તેમને તકલીફનો સામનો પણ કરવો પડતો હોય છે. આજે આ લેખમાં અમે કિડની સંબંધિત રોગને લઇને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપીશુ
– કિડનીના બધા રોગો ગંભીર હોય છે? ના, કિડનીના બધા રોગો ગંભીર હોતા નથી. વહેલું નિદાન અને યોગ્ય સારવારથી કિડનીના ઘણા રોગો સંપૂર્ણ રીતે મટી શકે છે. – કિડનીના કોઇ પણ રોગમાં સોજા આવવા તે કિડની ફેલ્યિર સૂચવે છે? ના, કિડનીના કેટલાક રોગોમાં કિડનીની કાર્યક્ષમતા સંપૂર્ણ રીતે સામાન્ય હોવા છતાં દરદીઓમાં સોજા જોવા મળે છે.દા.ત. નેફ્રોટેક સિન્ડ્રોમ. – કિડની ફેલ્યિરમાં એક કિડની બગડે કે બન્ને? બન્ને. સામાન્ય રીતે કોઇ દરદીની એક કિડની એકદમ બગડી જાય તો પણ દરદીને કોઇ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રિએટિનીનની અને યુરિયાની માત્રામાં કોઇ ફેરફાર થતો નથી. જ્યારે બન્ને કિડની બગડે ત્યારે જ લોહીની તપાસમાં ક્રિએટિનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યિરનું નિદાન થાય છે.
– શું કિડનીમાં દરદીઓને વધુ માત્રામાં પાણી લેવું જોઇએ? ના, પેશાબનું પ્રમાણ ઘટવાથી સોજો ચડવા તે કિડનીના ઘણા રોગોના મુખ્ય ચિન્હો છે. આવા દરદીઓને પાણીનું પ્રમાણ ઓછુ લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પેશાબમાં રસી અથવા પથરીની તકલીફવાળા દરદીઓે પાણી લેવાની સલાહ આપવામાં આવે છે. – લોહીમાં ક્રિએટિનીનનું પ્રમાણ થોડું વધારે હોય પણ તબિયત સારી હોય તો ખાસ ચિંતા કે સારવાર કરાવવાની જરૂર નથી? લોહીમાં ક્રિએટિનીનનું પ્રમાણ થોડું પણ વધવુ તે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થઇ રહ્યો છે તે સૂચવે છે અને તેના માટે ખાસ કાળજીની જરૂર છે. વિવિધ રોગોને કારણે કિડની પર અસર થાય ત્યારે વહેલાસર ડોક્ટરને બતાવવું ફાયદામંદ છે. – એક વખત ડાયાલેસિસ કરાવવાથી વારંવાર ડાયાલેસિસ કરાવવું પડે છે? ના, ડાયાલેસિસ કેટલીક વખત કરાવવાની જરૂર છે. તે કિડની ફેલ્યિરના પ્રકાર પર આધારિત છે. દા.ત. એક્યુટ કિડની ફેલ્યિરના દરદીઓમાં થોડા ડાયાલિસીસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઇ જાય છે અને ફરી ડાયાલિસીસ કરાવવાની જરૂર રહેતી નથી. આવા દરદીઓ ખોટી માન્યતાને કારણે ડાયાલિસિસ કરાવતા નથી અથવા વિલંબ કરે છે અને મૃત્યુ જેવી પરિસ્થિતિને ઉભી કરે છે. ક્રોનિક કિડની ફેલ્યિરમાં નિયમિત ડાયાલિસીસ, તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે.
– કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં સ્ત્રી અને પુરૂષ એકબીજાને કિડની આપી ન શકે? ના. સ્ત્રી અને પુરૂષ એકબીજાને કિડની આપી શકે છે. – હવે મારૂ લોહીનું દબાણ (બીપી) સામાન્ય છે તેથી હવે મારે દવા લેવાની જરૂર નથી. મને તકલીફ નથી તો મારે શા માટે દવા લેવી? દરદીઓને લોહીના ઊંચા દબાણને કારણે લાંબે ગાળે કિડની, હૃદય, મગજ વગેરે પર ગંભીર અસર થઇ શકે છે. આથી કોઇપણ તકલીફ ન હોય તેમ છતાં બીપીના દરદીઓને આ આડઅસરોને અટકાવવા કાયમી દવા લેવી જોઇએ. ડો. દીપક. બી. પરમાર, એમ.ડી. (હોમ) મો.ન. ૯૯૨૫૧૪૧૩૭૭
આ ૪ ઉપાયોથી માથાના દુઃખાવાથી મેળવો છુટકારો
આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કામનો તનાવ વધવાને કારણે લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો તેનાથી રાહત મેળવવા માટે પેનકિલરનો સહારો લે છે પણ આ આરોગ્ય પર ખૂબ ખરાબ અસર નાખે છે. આવામાં તમે આ ઘરેલુ ઉપાયોને અપનાવી શકો છો.
૧. તજ – તેને વાટીને તેનો પાવડર બનાવી લો અને તેમા થોડુ પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને માથા પર ૩૦ મિનિટ લગાવો અને પછી કુણા પાણીથી ધોઈ લો.
૨. ચમેલીના ફૂલની ચા – આ માથાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. ૧ કપ ફૂલની ચા બનાવીને પી લો ચાહો તો તેમા સ્વાદ માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો.
૩. લવિંગ – થોડીક લવિંગને વાટીને એક સ્વચ્છ કપડામાં બાંધીને સૂંઘવાથી માથાના દુઃખાવાથી છુટકારો મળે છે.
૪. આદુ – આદુ અને લીંબૂનો રસ સમાન માત્રામાં મળ્યો કરી તેનુ સેવન કરો. ચાહો તો આદુવાળી કૈંડીનુ પણ સેવન કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.