નવી બીએમડબલ્યુ એમ340આઈએક્સ ડ્રાઈવનું ભારતમાં પદાર્પણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

બીએમડબલયુ ઈન્ડિયાએ દેશમાં આજે નવી બીએમડબલ્યુ એમ340આઈએક્સ ડ્રાઈવ લોન્ચ કરી.સ્થાનિક સ્તરે બીએમડબલ્યુ ગ્રુપ પ્લાન્ટ ચેન્નાઈખાતે ઉત્પાદન કરાયેલી આ કાર બુકિંગ્સ માટે BMW ડીલરશિપ નેટવર્ક અને Shop.bmw.in થકી ઉપલબ્ધ છે.ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે.

શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, બીએમડબલ્યુ એમ340આઈએક્સ ડ્રાઈવ સ્પષ્ટ વિજેતા છે, કારણ કે તે તેના હાર્દમાં રહેલા Mના પાવરને આભારી શિયર ડ્રાઈવિંગ પ્લેઝરના રોમાંચને અલગ સ્તરે લઈ જાય છે. આ રોમાંચક ફોર્મ્યુલા રોજબરોજના ઉપયોગ માટે પ્રીમિયમ સેડાન ચાહતા વાહનના શોખીનોની ભૂખને પહોંચી વળે છે, જે ઈચ્છિત હોય ત્યારે પરફોર્મન્સ મશીન તરીકે બેગણી થાય છે.તે આજે બીએમડબલયુ ગ્રુપ ઈન્ડિયાનાં સૌથી વધુ વેચાતા મોડેલમાં સ્થાન ધરાવે છે.નવી બીએમડબલ્યુ એમ340આઈએક્સ ડ્રાઈવ એમ પરફોર્મન્સથી ભરચક, નિર્વિવાદ ડાયનેમિક્સ, સ્પેસ, કમ્ફર્ટ અને ઈનોવેટિવ ફીચર્સનું ઉત્તમ પેકેજ પ્રસ્તુત કરે છે.આ નવો તાજગીપૂર્ણ અવતાર એમ340આઈ ના અવ્વલ સ્થાનને વધુ દ્રઢ બનાવે છે અને બ્રાન્ડ્સના વધુ ચાહકો અને Mના શોખીનોને જીતે છે.”

2021માં ભારતીય બજારમાં ખાસ રજૂ કરવામાં આવેલી બીએમડબલ્યુ એમ340આઈએક્સ ભારતમાં બનાવવામાં આવેલા M એન્જિન સાથે પ્રથમ હાઈ- પરફોર્મન્સ બીએમડબલયુ છે.મોડેલ તેના વર્ચસ જમાવતા પરફોર્મન્સ, આકર્ષક ડિઝાઈન અને સમડદ્ધ ફીચર યાદી અને તેના અજોડ એમ ડ્રાઈવિંગ અનુભવને લીધે સેગમેન્ટની બેસ્ટ સેલર છે.

કાર નિમ્નલિખિત અનુસાર આકર્ષક એક્સ- શોરૂમ કિંમતે ઉપલબ્ધ બનશેઃ
નવી BMW M340i xડ્રાઈવ : INR 69,20,000


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.