ખેડબ્રહ્માના મતદારોએ ઉમેદવાર નહીં પણ પક્ષ જોઇને વૉટ આપ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના તુષાર ચૌધરીને છેલ્લી ઘડીએ ઉતારવામાં આવ્યા બાદ પ્રચાર માટે તેમને ત્રણ જ સપ્તાહનો સમય મળ્યો હતો પિતાના કાર્યો અને કોંગ્રેસની વિચારધારાને પંથકના મતદારોએ સમર્થન આપ્યું હતું આમ આદમી પાર્ટીના ઉમેદવારે 54 હજારથી વધુ મત મેળવવા છતાં કોંગ્રેસની જીત થવાને પગલે અનેક પ્રશ્નાર્થ ખડા થઈ ગયા છે. કારણ કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી સ્વયં કબૂલે છે મતવિસ્તારની તમામ જનતાનો તેઓ સંપર્ક જ કરી શક્યા નથી આ બેઠક પર ઉમેદવારની રાજકીય કુનેહ અને કોંગ્રેસની વિચારધારાની જીત થઈ છે. પ્રાંતિજ બેઠક પર અભૂતપૂર્વ સરસાઈ મળી 63790 મતની લીડ થી ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર વિજયી બન્યા છે. ભાજપનો વોટશેર 57.23 ટકા અને આપનો 17.46 ટકા તથા કોંગ્રેસનો વોટ શેર 22.12 ટકા રહ્યો હતો મતલબ બન્ને પાર્ટીઓ માટે સિંગલ ડબલ કરતા પણ ખરાબ સ્થિતિ સર્જાતા ભાજપનો વિજય થયો હતો તાલુકાના વોટનું અપેક્ષા મુજબ જ વિભાજન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.