આજે જિલ્લાની ૦૯ સીટ પર ૭૫ ઉમેદવારોના ભાવિનો ફેસલો

ચૂંટણી 2022
ચૂંટણી 2022

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારે મતદાન બાદ આજે જગાણા એન્જીનિયરિંગ કોલેજ ખાતે મત ગણત્રી હાથ ધરાશે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠાની ૦૯ વિધાન સભા સીટ પર ૭૫ ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઇવીએમમાં કેદ કર્યું છે. ત્યારે આજે મતગણતરી હાથ ધરાશે. જાેકે, મતગણત્રીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે. તેમ તેમ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણત્રીને લઈને તમામ તૈયારી ઓ પૂર્ણ કરી દેવાઈ છે. દરેક બેઠક પર ૧૪ ટેબલ પર ૨૧ થી ૨૫ રાઉન્ડમાં મત ગણતરી થશે. જેમાં ૫૪૦ થી વધુ સ્ટાફ તૈનાત રહેશે તેવું જિલ્લા કલેકટર એવમ ચૂંટણી અધિકારી આનંદ પટેલે જણાવ્યું હતું. મતગણતરી દરમિયાન ત્રી- સ્તરીય સુરક્ષા બંદોબસ્તમાં ૨૫૦ થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. હાલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારે મતગણત્રીને લઈને પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન કરવા સજ્જ બન્યું છે.

ત્રણ બિલ્ડિંગમાં નવ વિધાનસભા બેઠકોની મતગણત્રીનું સુચારુ આયોજન
પાલનપુરના જગાણા ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજમાં મતગણતરી કરવા માઈક્રો પ્લાનીંગથી વ્યવસ્થા ગોઠવાઈ છે.નવ વિધાનસભા બેઠકો પર મતગણતરી કરવા કોલેજની ત્રણ બિલ્ડીંગઓમાં વ્યવસ્થા ગોઠવાઈ છે.જે મુજબ ૧)સિવિલ બિલ્ડીંગમાં વાવ,થરાદ અને ધાનેરા વિધાનસભા ૨)માઇનિંગ બિલ્ડીંગમાં દાંતા,વડગામ અને પાલનપુર બેઠક જ્યારે ૩)મિકેનિકલ બિલ્ડિંગમાં ડીસા,દિયોદર તેમજ કાંકરેજ સિટની મતગણતરી કરવામાં આવશે.આ તમામ બિલ્ડીંગો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા..
એકજીટ પોલનાં આંકડાઓથી રાજ્યભરનાં ભાજપ કાર્યકરોના ઉત્સાહ અને ઉમંગમાં ખૂબ જ વધારો થયો છે.જેનાથી આત્મવિશ્વાસથી ભરેલ બનાસકાંઠા જિલ્લા ભાજપે પણ આજે મતગણતરી કેન્દ્રનું લાઈવ પ્રસારણ એલ.ઇ.ડી.સ્ક્રીન પર બતાવવાની તૈયારીઓ કરી છે.
પાલનપુરના ચડોતર ખાતે બનેલા જિલ્લા ભાજપનાં નવીન કાર્યાલય ખાતે ભાજપનાં તમામ કાર્યકરો અને ભાજપ ઉમેદવારોને સવારે ૮ વાગ્યા સુધી નવા કાર્યાલયે ઉપસ્થિત થવા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે
આજે એંજિનિયરીંગ કોલેજ, જગાણા ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.પરંતુ આખરી સત્તાવાર પરિણામ થતાં બપોરના ૨ વાગ્યા સુધીનો સમય લાગી શકે છે.પરંતુ કોણ જતી રહ્યુ છે અને કોણ હારી રહ્યું છે તેનો અંદાજ બપોરના સાડા બાર વાગ્યા સુધીમાં મળવા લાગશે.ગણતરીના રાઉન્ડ વાઇઝ આંકડા ત્વરિત જાહેર થાય તે માટે પણ ચૂંટણીતંત્રે તૈયારીઓ કરી છે.

આજે મારું શું થશે ની ચિંતામાં રાત ખૂબ જ લાંબી બની !!!

જિલ્લામાં આ વખતે બીજા ચરણનું સહુથી વધુ ૭૨.૪૬ ટકા મતદાન થયું છે. આ મતદાનને લીધે નવે નવ સીટનાં તમામ નેતાઓની ઊંઘ હરામ થઈ છે.તેમાંય આજની રાત નેતાજીઓનાં મનમાં એક જ સવાલ ભમી રહયો છે કે ‘આજે મારું શું થશે ?’ તેવામાં આજની રાત નેતાઓને ખૂબ જ લાંબી લાગી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.