ચેતકે ગુજરાતમાં હાજરી વિસ્તારીઃ અમદાવાદમાં પ્રથમ એક્સક્લુઝિવ ડીલરશિપ શરૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં ૪૦થી વધુ શહેરોમાં સફળતાથી વિસ્તરણ કર્યા પછી ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં અગ્રણી નામમાંથી એક ચેતક ડીલર પાર્ટનર તરીકે ગુજરાત મોટર્સ સાથે અમદાવાદમાં તેનું પ્રથમ ડીલરશિપ /એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યું છે. આ શુભારંભ સાથે ચેતક એક્સપીરિયન્સ સેન્ટર હવે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ શહેરમાં રહેશે.

નવી ડીલરશિપ પુષ્પક કોમ્પ્લેક્સ, ચીમનલાલ ગિરધરલાલ રોડ, રેડિસન બ્લુ હોટેલની સામે, પંચવટી ક્રોસ રોડ નજીક, એલિસબ્રિજ, અમદાવાદ- ૩૮૦ ૦૦૬ ખાતે સ્થિત છે. ઈચ્છુક ગ્રાહકો માટે બ્રાન્ડ ફક્ત રૂ. ૨૦૦૦ની ચુકવણી માટે ઝ્રરીંટ્ઠા ુીહ્વજૈંી એક્સક્લુઝિવ ઓનલાઈન બુકિંગ પણ પૂરું પાડે છે.

ચેતક ભારતીય રસ્તાઓ પર ૨૫,૦૦૦થી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટરો ધરાવે છે, જે ઈવી સ્કૂટર્સ અને બ્રાન્ડમાં ગ્રાહકોની વધતી રુચિ આલેખિત કરે છે. ચેતક શીટ મેટલ બોડી પેનલો સાથે મજબૂત ફ્રેમ ક્લેડ અને ટ્યુબ્યુલર સિંગલ- સાઈડેડ સસ્પેન્શન વેસ્ટ સાથે મજબૂત રીતે નિર્માણ કરવામાં આવી છે. તે હંમેશાં જેને માટે ઓળખાતી આવી છે તે બાંધછોડ વિનાની શક્તિ અને ટકાઉપણા સાથે આવે છે. ચેતકના હાર્દમાં ૈંઁ૬૭-રેટેડ હાઈ- ટેક લિથિયમ- આયોન બેટરી છે, જે સ્ટાન્ડર્ડ ઘરેલુ ૫-એમ્પ ઈલેક્ટ્રિકલ આઉટલેટનો ઉપયોગ કરીને આસાનીથી ચાર્જ કરી શકાયછે. ઓનબોર્ડ ઈન્ટેલિજન્સ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈબીએમએસ) ચાર્જ અને ડિસ્ચાર્જને આસાનીથી કંટ્રોલ કરે છે.

ચેતક માટે કનેક્ટિવિટી સ્યુટમાં ઓવર-ધ-એર (ઓટીએ) સોફ્ટવેર અપડેટ્‌સ, બ્લુટૂથ, મ્યુઝિક ચેન્જ વગેરેનો સમાવેશ થાય છે.
નવી ચેતક સવારી કરવા માટે શાંત, સ્વચ્છ, આરામદાયક અને સુવિધાજનક છે, મનોહર છતાં રૂપક છે, મજબૂત છતાં રિફાઈન્ડ છે. હરિત અને સ્વચ્છ આવતીકાલ માટે નિર્મિત ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ૧૨,૦૦૦ કિલોમીર અથવા એક વર્ષ (જે પણ પહેલા આવે)ના સર્વિસ અંતર અને ત્રણ વર્ષ અથવા ૫૦,૦૦૦ કિલોમીટર (જે પણ પહેલા આવે)ની બેટરી વોરન્ટી સાથે લઘુતમ મેઈનટેનન્સ માગી લે છે.

આ અવસરે બોલતાં બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “અમે અમદાવાદ જેવાં નવાં શહેરોમાં શાખાઓ શરૂ કરી રહ્યા છીએ ત્યારે ચેતક માટે પ્રાપ્ત અદભુત પ્રતિસાદ પ્રેરણાત્મક ચિહન છે. ચેતક બ્રાન્ડ સ્કૂટરથી પણ વિશેષ છે. રાષ્ટ્રના હાર્દમાં આ વહાલો વારસો છે, જે આઝાદી અને શક્યતાઓનું પ્રતિક છે, જે ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક મોબિલિટીના ભવિષ્યમાં આગેવાન છે. અમનેખુશી છે કે વધુ ને વધુ રાજ્ય પ્રશાસનો ઈવી અને સુસંગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાને પ્રોત્સાહન આપી રહ્યા છે. ચેતક સાથે અમે હરિક જીવનશૈલી અને મોબિલિટી જાેતા યુવા ગ્રાહકોને આકર્ષીશું એવી આશા છે.”
ચેતક નિમ્નલિખિત આકર્ષક વિશિષ્ટતાઓથી સમૃદ્ધ છેઃ

• ચાર કલાકમાં ફુલ્લી ચાર્જેબલ (૧૦૦%). ફુલ્લી ચાર્જડ થતાં જ તે ઈકો મોડમાં ૯૦ કિમી ચાલે છે (છૈંજી ૦૪૦ અનુસાર આઈડીસી હેઠળ). • મનોહર દેખાવ માટે ફ્લશ- ફિટેડ પેનલો સાથે સ્ટીલમાં ઘડાયેલી એકમાત્ર હાઈ- સ્પીડ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. અન્ય મુખ્ય વિશિષ્ટતાઓમાં ૈંઁ૬૭ વોટર રેઝિસ્ટન્સ રેટિંગ અને બેલ્ટલેસ સોલિડ ગિયર ડ્રાઈવનો સમાવેશ થાય છે.• ત્રણ રાઈડિંગ મોડ (રિવર્સ મોડ સહિત) રાઈડરને ટ્રાફિકમાં આસાનીથી પસાર થવાની પસંદગી આપે છે.• ઈન્ટીગ્રેટેડ હોર્સશૂ- શેપ્ડ ડીઆરએલ સાથે ન્ઈડ્ઢ હેડલેમ્પ્સ અને તેને અનુકૂળ ન્ઈડ્ઢ બ્લિંકર્સ બધી સ્થિતિઓમાં રાઈડિંગમાં મદદ કરે છે.• ચેતક એપ જાે ડેટા સાથે એનેબલ્ડ કરાય તો અનધિકૃત એક્સેસ અથવા અકસ્માતના કિસ્સામાં માલિકોને નોટિફિકેશન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

ચેતક ચાર આકર્ષક રંગો- ઈન્ડિગો મેટાલિક, વેલુટો રોઝો, બ્રૂકલીન બ્લેક અને હેઝલનટમાં મળશે. તે ગુજરાત મોટર્સ, અમદાવાદમાં ચેતક ઝોન ખાતે ટેસ્ટ રાઈડ્‌સ માટે મળશે. તેની એક્સ- શોરૂમ કિંમત રૂ. ૧,૫૦,૯૩૪થી શરૂ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.