બનાસકાંઠાની ૯ બેઠકો ઉપર ૬૬ ટકા મતદાન

ચૂંટણી 2022
ચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લામાં જેની ખૂબ જ આતુરતાથી રાહ જાેવાતી હતી તે મતદાનનો દિવસ આવ્યો અને આંખનાં પલકારાની જેમ આવીને જતો પણ રહ્યો.જાેકે આ વખતની વિધાનસભા બેઠક પર ગત ૨૦૧૭ની ચૂંટણી કરતાં ૯ ટકા જેટલું ઓછું મતદાન થયું છે.પરંતુ આ પ્રકારનો વોટિંગ તફાવત ૨૦૧૨ થી ૨૦૧૭ ના વોટિંગ માં પણ જાેવા મળ્યો હતો.૨૦૧૭ની ચૂંટણીમાં પણ ૨૦૧૨ કરતાં ૮ ટકા જેટલું ઓછું વોટિંગ થયું હતું.વર્ષ ૨૦૨૨ની આ ચૂંટણીમાં જિલ્લામાં કુલ ૬૬ ટકા જેટલું મતદાન નોંધાયું છે.જેમાં સહુથી વધુ મતદાન થરાદ બેઠક પર ૭૮.૦૨ ટકા જ્યારે સહુથી ઓછું મતદાન વડગામ બેઠક પર ૬૦.૭૩ ટકા જેટલું થયું છે.

ચૂંટણીએ આપણાં ભારત દેશની સહુથી મોટી લોકશાહી વ્યવસ્થાનું પ્રતિબિંબ છે.અહીં દર પાંચ વર્ષે દેશ અને રાજ્યોમાં બેસેલી સરકારોને ફરી સત્તામાં બેસાડવી છે કે નહીં તેનો ર્નિણય મતદાતાઓ પોતાનાં એક વોટ દ્વારા નક્કી કરતાં હોય છે.આવા જ લોકશાહીના મહા ઉત્સવ સમાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ચુંટણીતંત્ર દ્વારા સુખરૂપ સંપન્ન કરાવવામાં આવી છે.આ ચૂંટણીઓમાં મતદાતા વધુમાં વધુ મતદાન નીડર અને નિર્ભિક રીતે કરી શકે તે માટે તંત્રે અનેક પ્રયાસો કર્યા હતા.તેમજ મતદાતાઓએ પણ ખૂબ જ ઉત્સાહ,ઉમંગથી મતદાન કર્યું છે.જેમાં વડીલો,દિવ્યાંગજનો ,વડીલો અને શતાયુ ઉંમર વટાવી ચૂકેલ મતદાતાઓએ વોટ કરી લોકશાહીને જીવંત રાખી છે.તેથી એક જવાબદાર માધ્યમ તરીકે રખેવાળ ચૂંટણી તંત્ર અને જાગૃત મતદાતાઓને સો સો સલામ સાથે વંદન કરે છે.

પાલનપુરમાં ૬૨.૭૨ ટકા મતદાન,ગત ચૂંટણી કરતાં ૬ ટકા ઓછું…
જિલ્લા મુખ્યાલય પાલનપુરના ૨.૮૪ લાખ મતદારો ૦૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે. અહીં કોંગ્રેસનાં મહેશ પટેલ,ભાજપનાં અનિકેત ઠાકર જ્યારે આમ આદમી પાર્ટીના રમેશ નાભાણી મેદાનમાં છે.ત્યારે પાલનપુરમાં અશક્ત, વિકલાંગ અને યુવા સહિત શતાયુ સહિતના મતદારો એ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જાેકે, જિલ્લા મુખ્યાલય પાલનપુર સીટ પર ૬૨.૭૩ ટકા જેટલું મતદાન થયું છે.જે ગત ૨૦૧૭ની સરખામણીએ સાડા ૬ ટકા જેટલું ઓછું છે.હવે આ ઓછું મતદાન કોની બાજી બગાડશે તેના પર સૌની મીટ મંડાઈ છે.બીજી તરફ પાલનપુરની મીઠીવાવ વિસ્તારમાં રહેતાં સિનિયર પત્રકાર સીતાબભાઈ કાદરીના માતૃશ્રી મેરુમાઁ કાદરીએ ૧૦૧ વર્ષની શતાયુ વયે વોટ નાખી લોકશાહીને જીવંત બનાવી હતી.

ડીસા બેઠક પર ૬૧.૭૦ ટકા મતદાન, ગત ચૂંટણી કરતાં ૧૦ ટકા ઓછો તફાવત નોંધાયો
ડીસા બેઠક પર કોંગ્રેસ નાં સનજય રબારી,ભાજપનાં પ્રવિણ માળી ,આમ આદમીના ડૉ.રમેશ પટેલ અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર વચ્ચે જંગ હતો.આ ચૂંટણીમાં ડીસા બેઠક પર ૬૧.૭૦ ટકા જેટલું મતદાન થયું છે,જે ગત ચૂંટણી કરતાં ૧૦ ટકા જેટલું ઓછું છે.ડીસામાં ૨૦૧૭માં ૭૧.૯૦ ટકા મતદાન થયું હતું.

ધાનેરા બેઠક પર ૬૯.૮૦ ટકા મતદાન, ગત ચૂંટણી કરતાં ૬ ટકા ઓછું
ધાનેરા બેઠક પર કોંગ્રેસનાં નથાભાઈ પટેલ,ભાજપનાં ભગવાનદાસ પટેલ જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ વચ્ચે જંગ છે.અહીં ૨૦૧૭માં ૭૫.૩૫ ટકા જ્યારે આ વખતે ૬૯.૮૦ ટકા મતદાન થયું છે.જે ગત ચૂંટણી કરતાં સાડા ૫ ટકા જેટલું ઓછું મતદાન છે.

વાવ બેઠક પર ૬૫.૦૯ ટકા મતદાન,ગત કરતાં ૧૫ ટકા ઓછું…
વાવ બેઠક પર કોંગ્રેસનાં વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,ભાજપનાં સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ અમીરામભાઈ આસલ વચ્ચે ચૂંટણી જંગ છે.૨૦૧૭માં ૮૦.૭૭ ટકા જ્યારે આ વખતે માત્ર ૬૫.૦૯ ટકા જ વોટિંગ થયું છે.તેથી અહીં આ વખતે સાડા ૧૫ ટકા ઓછું મતદાન થયું છે.

થરાદ બેઠક પર સહુથી વધુ ૭૮.૦૨ ટકા મતદાન,ગત કરતાં ૭ ટકા ઓછું
થરાદ બેઠક પર ભાજપનાં શંકરભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત તેમજ આમ આદમી પાર્ટીના વીરચંદભાઈ ચાવડા ચૂંટણી લડી રહ્યાં છે.અહીં ૨૦૧૭માં ૮૫.૫૩ ટકા મતદાન થયું હતું.જ્યારે આ વખતે ૭૮.૦૨ ટકા મતદાન થયું છે.

કાંકરેજ બેઠક પર ૬૧.૩૧ ટકા મતદાન,ગત કરતાં ૧૪ ટકા ઓછું
આ સીટ પર ભાજપનાં વર્તમાન મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને કોંગ્રેસના અમૃતજી ઠાકોર લડી રહ્યાં છે,જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મુકેશ ઠક્કર ચૂંટણી મેદાનમાં છે.અહીં પણ ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે.૨૦૧૭માં અહીં ૭૫.૫૨ ટકા મતદાન થયું હતું,જ્યારે આ વખતે ૬૧.૩૧ ટકા જ મતદાન નોંધાયું છે.તેથી અહીં આ વખતે ૧૪ ટકા જેટલું ઓછું મતદાન થયું છે.

દિયોદર બેઠક પર ૭૪.૦૨ ટકા મતદાન,ગત કરતાં ૨ ટકા ઓછું
દિયોદર બેઠક પર ભાજપમાંથી કેશાજી ચૌહાણ અને કોંગ્રેસમાંથી શિવાભા ભુરિયા ચૂંટણી લડી રહ્યા છે,જ્યારે આમ આદમી પાર્ટી માંથી ભેમાભાઈ ચૌધરી મેદાનમાં છે.અહીં ગત ચૂંટણીની લગભગ સમકક્ષ જ મતદાન થયું છે.૨૦૧૭માં અહીં ૭૬.૭૯ ટકા મતદાન થયું હતું.જ્યારે આ વખતે ૭૪.૦૨ ટકા મતદાન થયું છે.જિલ્લામાં ગત ચૂંટણીનાં વોટિંગની સરખામણીમાં માત્ર દિયોદર બેઠક માં જ મતદાનનો તફાવત ખૂબ ઓછો જાેવા મળે છે.અહીં ગત ચૂંટણીથી અઢી ટકા જેટલું જ ઓછું વોટિંગ થયું છે.

દાંતા સીટ પર ૬૪.૧૪ ટકા મતદાન,ગત કરતાં ૯ ટકા ઓછુ….
દાંતા એ એસ.ટી.(અનુસૂચિત જનજાતિ ) અનામત બેઠક છે.જેમાં ભાજપનાં લાતુભાઈ પારગી,કોંગ્રેસનાં કાંતિભાઈ ખરાડી,આમ આદમી પાર્ટીના મહેન્દ્રભાઈ બુમ્બડિયા મેદાનમાં છે.અહીં પણ ગત ૨૦૧૭ની ચૂંટણી કરતાં ૯ ટકા જેટલું ઓછું વોટિંગ થયું છે.૨૦૧૭માં અહીં ૭૩.૭૨ ટકા મતદાન નોંધાયું હતું,જ્યારે ૨૦૨૨માં ૬૪.૧૪ ટકા જ મતદાન નોંધાયું છે.તેથી અહીં પણ ઓછું મતદાન નેતાજીઓની ચિંતા વધારી શકે છે.
વડગામ બેઠક પર સહુથી ઓછું ૬૦.૧૭ ટકા મતદાન,ગત કરતાં ૧૧ ટકા ઓછું….
વડગામ બેઠક પર જિલ્લાનું સહુથી ઓછું મતદાન થયું છે.અહીં કોંગ્રેસમાંથી જીગ્નેશ મેવાણી,ભાજપમાંથી મણીલાલ વાઘેલા,આમ આદમીમાંથી દલપત ભાટિયા,મિમ પાર્ટીમાંથી કલ્પેશ શુંઢીયા મેદાનમાં છે.અહીં ગત આ વખતે સહુથી ઓછું મતદાન થવાની સાથે ગત ચૂંટણી કરતાં ૧૧ ટકા જેટલું ઓછું મતદાન પણ નોંધાયું છે.વર્ષ ૨૦૧૭માં આ બેઠક પર ૭૧.૨૩ ટકા મતદાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.