આખી દુનિયામાં ધુમ મચાવ્યા બાદ ભારતમાં રિલીઝ થશે આ ફિલ્મ!

ફિલ્મી દુનિયા

નવીદિલ્હી, પાકિસ્તાની ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ૧૩ ઓક્ટોબરે પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો થયો હતો અને ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત આ ફિલ્મને પાકિસ્તાન તેમજ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને જબરજસ્ત કમાણી કરીને પાકિસ્તાની સિનેમા માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી.

મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધી આ ફિલ્મ પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’એ પાકિસ્તાનમાં ૨૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થવાની છે. બોલિવૂડ હંગામાએ તેના સૂત્રો દ્વારા જણાવ્યું છે કે ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતમાં ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની ચર્ચા થઈ રહી છે. જાે બધું બરાબર રહેશે તો આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થશે. પાકિસ્તાની નિર્દેશક બિલાલ લશરીની આ ફિલ્મે દુનિયાભરમાં ઘણી કમાણી કરી લીધી છે. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરવામાં આવે તો ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’એ ઘણું નામ કમાવ્યું છે.

ેંદ્ભ બોક્સ ઓફિસ પર ભારતની બે મોટી ફિલ્મો ઇઇઇ અને દ્ભય્હ્લ ૨ને પાછળ છોડી જાેરદાર કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે વાત કરીએ તો આ ફિલ્મ ભારતમાં ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. બિલાલ લશરીની આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૦ મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ પાકિસ્તાની સિનેમા માટે માઈલસ્ટોન સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૧૯૭૯ની પંજાબી ભાષાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘મૌલા જટ્ટ’ની રીમેક છે.

આ ફિલ્મ યુનુસ મલિક દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ જ કહાણીને ફરીથી બનાવવામાં આવી છે. આ ફિલ્મે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વભરમાં ઘણી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ફિલ્મના લીડ રોલમાં ફવાદ ખાન અને માહિરા ખાન જાેવા મળે છે. આ સાથે હુમામા મલિક, ગૌહર રાશિદ, ફરિશ સફી, અલી અઝમત, રાહિલા આગા, બાબર અલી સહિતના ઘણા મોટા કલાકારો પણ ફિલ્મમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવતા જાેવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.