બનાસકાંઠાની નવ વિધાનસભા બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3056 પોલીસ જવાનો અને 5440 હોમગાર્ડ જવાનો ખડેપગે રહેશે.

આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 2875 પ્રિસાઈડીંગ ઓફિસર, 2874 પોલિંગ ઓફિસર સહિત 19962 કર્મચારીઓ ફરજ બજાવશે. EVM ડિસ્પેચીંગ સેન્ટરથી મતદાન મથકો સુધી ચૂંટણી સ્ટાફને લઈ જવા માટે 284 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ, આપ અને અન્ય પક્ષો મળીને કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં 2613 મતદાન મથકો પર 24 લાખ 90 હજાર 926 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.