ભારત જોડો યાત્રામાં જોડાયા વિવાદાસ્પદ કમ્પ્યુટર બાબા
વિવાદાસ્પદ ગોડમેન અનેજાતે બની બેઠેલા બાબા નામદેવ દાસ ત્યાગી અકા કમ્પ્યુટર બાબાએ મધ્યપ્રદેશમાંચાલતી ભારત જોડો યાત્રામાં ભાગ લીધો છે. શાસક પક્ષ ભાજપે આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે કે કેવી રીતે અતિક્રમણનો આરોપી રાહુલ ગાંધી સાથેચાલી શકે.
ત્યાગીના ઇન્દોર ખાતેના આશ્રમમાં ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું ત્યારે પંચાયતના સ્ટાફર પર હુમલો કરવા બદલ તેની ધરપકડ થઈહતી. સવારે અગર માલવા જિલ્લામાં મહુડિયા ગામ ખાતે ત્યાગી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.
તેમને રાહુલ ગાંધી સાથે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સાથે વાત કરતા જોવાયા હતા. તે કેટલીક મિનિટ ચાલ્યા હતા. તાજેતરમાં કોંગ્રેસ છોડનારા ભાજપના નેતા રાજેન્દ્ર સળુજાએ જણાવ્યું હતું કે કનૈયા કુમાર અને અભિનેત્રી સ્વરા ભાસ્કર અને હવે કમ્પ્યુટર બાબા. આ કયા પ્રકારની ભારત જોડો યાત્રા છે.
તેમનો આરોપ છે કે કમ્પ્યુટર બાબા સરકારી જમીન પર અતિક્રમણના કેટલાક કેસ અને બીજા કેટલાકમાં આરોપી છે અને આ આરોપો હેઠળ જેલમાં પણ જઈ આવ્યા છે. ભાજપની ટીકાનો જવાબ આપતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે કેટલાક સંતો અને ધાર્મિક આગેવાનો પણ ભારત જોડો યાત્રાનો હિસ્સો બન્યા છે.
ત્યાગી પર સરકારની ૧૩ કરોડની જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ છે. જમ્બૂદી હાસ્પિ ગામ ખાતે તેમનો આશ્રમ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર બન્યો હતો. તેને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.