ભાજપને હું નાભીમાંથી ઓળખું છુ : શંકરસિંહ વાઘેલા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદમાં મીઠા રોડ પર કાૅંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સર્વસમાજ મહાસંમેલન યોજાયું હતું. જેમાં અભુતપુર્વ જનમેદની સ્વયંભુ ઉમટી પડી હતી. સભાને સંબોધતાં રાજસ્થાનના પદમારામ મેઘવાળે જણાવ્યું હતું કે હું રોજ તમારી પાસે નથી આવવાનો પણ કાૅંગ્રેસની સરકાર બધાંજ વર્ણોના હિત માટે, તમામ લોકોનાં હિત માટે કામો કરે એવી સરકાર ગુજરાતમાં બને અને તમારો જનપ્રતિનીધ ગુલાબસિંહ છે અને સરકારમાં પણ બને એટલા માટે તેને જંગી બહુમતિથી જીતાડવાની હાકલ કરી હતી.

જ્યારે કાૅંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે ઉમટેલી ભીડને બોલાવેલ નહી પણ ઉમળકાથી આવેલી જણાવી ભાજપ સામે ડબલ એંજીન તથા મોંઘવારી,ગૌશાળાની સબસીડી,માલધારીઓનાં ગૌચર ખાવાં અને છતાંય લોકોનાં વૉટ લઇ લેવાના અભિમાન પર પ્રહારો કરતાં શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે જનતા જનાર્દન મહાન છે,પણ ભાજપવાળાએ ભુલી ગયા છે.પણ, અહંકાર સોનાની નગરીવાળાનો પણ નહોતો ટક્યો તો ભાજપવાળા તમે શુ છો. જનતાને લુંટીને માનીતા ઉધોગપતિઓને માલામાલ કરતી ભાજપ છે.

જ્યારે ગુલાબસિંહ રાજપુતે તેમના દાદા સ્વઃહેમાબાની જેમ જ ગરીબોનાં ઝાંપડે જઇને ભેદભાવ વગર તમામ જાતીને સાથે રાખીને તેનાં દુઃખ દુર કરવાનાં કામ કર્યાં છે. અહીંના પ્રશ્નો માટે બીજું કોઇ નથી લડ્યું. તેમજ જે પણ મુખ્યમંત્રી બને તેમને અહીં લાવીને પ્રશ્નોનો ઉકેલ કરીશું તેમ જણાવ્યું હતું.

જ્યારે રાજ્યના પુર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને નાભીમાંથી ઓળખતા હોવાનું જણાવી મત માંગવા આવતા નેતાઓને ઓળખવા જણાવ્યું હતું. તેમણે ગાંધીનગર સુધી ધક્કા ખાવા છતાં કામો નહી થતાં હોવાનું જણાવી સરકાર ભષ્ટ્ર ચોર અને લુંટારૂ હોવાના આક્ષેપ કરી તેમના શાસનમાં પેપર નહી પણ છોકરાઓનાં ભવિષ્ય ફુટે છે,આરોગ્ય અને શિક્ષણની કથળતી જતી સગવડો અને પ્રજાજનોને તેનો નહી મળતો લાભ અંગે પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના કાર્યકાળમાં આરટીઆઇનો કાયદો,પારદર્શકતાનો કાયદો, વિજબિલમાં રાહત, નોકરી,એમેએસપી જેવા પ્રજાલક્ષી કામો કર્યા હોવાનું જણાવી ગુલાબસિંહ રાજપુતને જંગી બહુમતીથી જીતાડવા જણાવ્યું હતું.

જ્યારે ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે પોતાની સાથે પહેલા દિવસથી આજે અંતિમ દિવસ સુધી આવેલા અઢારેય આલમનું ઋુણ વ્યક્ત કરતાં તેમના નામે ફરતી થયેલી દલિત સમાજની પત્રિકાને વાયરલ કરનારના કૃત્યને હલકીકક્ષાનું ગણાવી આ લોકો હાર ભાળી ગયા હોવાથી વિવિધ સમાજોને આવી રીતે આવા આક્ષેપો કરી લડાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે જીઆઇડીસી,સિંચાઇનું પાણી,ફોરલેન,રેફરલ હોસ્પીટલ,લાયબ્રેરીમાં કામો ધારાસભ્ય તરીકે કરી દિધાં છે.

તમે આરોગ્યમંત્રી તરીકે ખાટલાની ચાદર પણ બદલાવી નથી. અને લોકોને હિટલર નામનો દારૂ પીવડાવીને ૪૮ કલાક ઉભા નહી થાવ અને વૉટ કરવા નહી મળે તેમ જણાવી તેમના દાદાએ પ્રજાનો વર્ષો સુધી કરેલી પંથકની પ્રજાને અંતિમ વખત અઢારેય આલમે પહેરાવેલી પાઘડીને પાંચમી ડીસેંબરે પોતાના તરફેણમાં પહેલા નંબરના પંજાના નિશાન પર મત આપી અપાવી વિજેતા બનાવવાની અપીલ કરી હતી. ગુલાબસીંહના સમર્થનમાં હરિયાણાના માજીધારાસભ્ય વિરેન્દ્રસિંહજી રાઠોડ, ડીડી રાજપુત, પ્રધાનજી ઠાકોર, પ્રવિણભાઇ વરણ,મહેશ શર્મા,માંગીલાલ પટેલ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.