વિકાસના વિરોધીઓને છાવરનારની કોંગ્રેસને સજા કરો : પુરૂષોત્તમ રૂપાલા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ધાનેરા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે બનાસકાંઠાના પાંથાવાડા ખાતે ભાજપ ઉમેદવાર ભગવાનભાઈ પટેલના સમર્થનમાં પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ભાજપની જંગી જાહેર સભાં યોજાઈ હતી. જે જાહેર સભાંને સબોધતા પરષોત્તમ રુપાલાંએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે, મેઘા પાટકર નમર્દા યોજનાને કોર્ટમાં લઈ ગઈ અને વકીલોની ફોઝ ઉતારી હતી. તેમજ આપણા રાજ્યને બદનામ કર્યું હતું. તે જ મેઘા પાટકર સાથે કોંગ્રેસના નેતા યાત્રાએ નીકળ્યાં છે અને સાથે ફોટા પડાવે છે. નર્મદા ડેમ યોજનામાં વલ્ડ બેંકનું સમર્થન પાછું લેવાનું પાપ મેઘા પાટકરને સિરે છે. ત્યારે વિકાસના વિરોધીઓને છાવરનારની કોંગ્રેસને સજા કરો. સરપંચ પર વિશ્વાસ મુકવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ, આપ સહીતના પક્ષોએ મતદારો સુધી પહોંચવા એડી ચોંટીનું જાેર લગાવ્યું હતું. બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા વિસ્તારના પાંથાવાડા ખાતે ભાજપની જંગી જાહેર સભાં યોજાઈ હતી. ભાજપ ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.