ગમખ્વાર અકસ્માત બુંદેલખંડ એક્સપ્રેસ વે પર અકસ્માત થતા 4ના મોત
યુપીના હમીરપુર જિલ્લામાંથી નીકળેલા બુંદેલખંડ એક્સપ્રેસ વે પર તેજ ગતિએ બે કાર સામ-સામે અથડાતા એક મહિલા સહિત ચાર યુવકોના મોત થઈ ગયા છે જ્યારે એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત રાઠ કોતવાલી વિસ્તારના જાખેડી ગામ પાસે બુંદેલખંડ એક્સપ્રેસ વેનો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હમીરપુર જિલ્લાના રાઠ કોતવાલી વિસ્તારના જખેડી ગામ નજીકથી નીકળેલા બુંદેલખંડ એક્સપ્રેસ વે પર આશિષ સિંહ અંજુ, સત્ય અને દીપક શર્મા માં પિતામ્બરાના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કોતવાલી વિસ્તારના જખેડી ગામ પાસે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર સામેથી આવી રહેલી તેજ રફઅતાર કાર સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ફતેહપુરના રહેવાસી આશિષ કુમાર અને સત્ય સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ એક જ કારમાં સવાર અંજુ સિંહ અને દીપક મિશ્રા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કારમાં સવાર રવિન્દ્ર શર્મા અને અજાણ્યા યુવકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન રાઠ વિસ્તાર હેઠળના ગામ જાખેડી બુંદેલખંડ એક્સપ્રેસવે પર શનિવારે એક કાર અને સ્કોર્પિયોની ટક્કર થઈ હતી જેમાં 4 લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.