![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/Rakhewal-100.jpg)
ડીસાને પાણીદાર બનાવવા ભાજપને જીતાડો : પ્રવિણ માળી
(રખેવાળ ન્યૂઝ)ડીસા, કંબોઈ, ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની જુનાડીસા ગામે જનસભા યોજાઈ હતી. જેમાં હજારથી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા.અને ઉમેદવાર પ્રવીણ માળીને ઉષ્માભેર આવકારી સ્વાગત કર્યું હતું. તેમજ ઉમેદવારના સમર્થનમાં ઉપસ્થિત તમામ લોકોએ મોબાઈલ લાઈટ ચાલુ કરી સમર્થન આપ્યું હતું. સભાને સંબોધન કરતા સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારે લોક કલ્યાણ માટે કરેલ અનેક યોજનાઓનો ચિતાર આપી વિકાસ કૂચ જાળવી રાખવા ભાજપને જીતાડવા ઉપર ભાર મુક્યો હતો.ઉમેદવાર પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, અત્યારે નગરપાલિકા અને ગ્રામ પંચાયતથી લઈ રાજ્ય અને કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે. જેથી ગામેગામ વિકાસનો પ્રવાહ ચાલી રહ્યો છે.તેને જાળવી રાખવા અને ડીસા પંથકને પાણીદાર બનાવવા ભાજપને બહુમતીથી જીતાડવું ખૂબ જ જરૂરી છે.જન સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ડીસા તાલુકાના ભડથ ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને જાગીરદાર સમાજે ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું ત્યારે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મારી જોડે કામ કરાવવા માટે આગેવાનો ભલે મારા કાન પકડે અને હું એવો ધારાસભ્ય હોઇશ કે તમે મારા ખભે હાથ મૂકી ચાલી શકશો. હું ડીસા પંથકને પાણીદાર બનાવવા આવ્યો છું. આજે યોજાયેલ આ સમારંભમાં ૧૦ હજાર જેટલા જાગીરદાર સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવીણભાઈ માળીને ખુલ્લું સમર્થન આપ્યું હતું.