ચૂંટણીમાં 3થી 5 ડિસેમ્બરમાં 65 બસો ફાળવતા ગ્રામીણ વિસ્તારોમાં રૂટ રદ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

પાટણ એસ.ટી ડેપો વિભાગમાંથી ચૂંટણી માટે 3 થી 5 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસ 65 બસો ફાળવવામાં આવતા ગ્રામીણ વિસ્તારના રૂટો 3દિવસ દરમિયાન રદ થનાર હોય મુસાફરોને હાલાકી પડશે. ડેપો દ્વારા રદ કરાયેલા રૂટો ઉપર જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો મૂકી મુસાફરો માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે.

પાટણ જિલ્લામાં ચારેય વિધાનસભા બેઠકમાં પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે. ત્યારે મતદાન પુર્વે ચૂંટણીની ફરજમાં જોડાયેલા કર્મચારીઓને લાવવા અને લઈ જવા માટે તેમજ મતદાન માટેના EVM મશીન મથકો ઉપર પહોંચાડવા અને મતદાન પૂર્ણ થાય બાદ મશીન અને સ્ટાફને પરત લાવવા માટે પાટણ એસટી ડેપો વિભાગમાંથી અલગ અલગ દિવસ દરમિયાન અલગ અલગ બસો ફાળવવામા આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.