સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૩૦૦૦ કિલો લિટરની ક્ષમતાવાળા આધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન

ગુજરાત
oxygen tank
ગુજરાત

રખેવાળ ન્યૂઝ સુરત : કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવામાં કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પટલ ખાતે ૧૩૦૦૦ કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.  ઓકિસજન ટેન્કથકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓકિસજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. વડોદરા સ્થત આઈનોકસ એર પ્રોડકટસ પ્રા.લિ. કંપની દ્વારા નિર્મિત આ ઓકિસજન ટેન્ક નર્સિંગ કોલેજની પાછળ સ્થાપિત કરવામાં આવી હતી. આ ટેન્ક દ્વારા વિના વિક્ષેપે ઓકિસજનનો ફલો સતત અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે. ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સીસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોચી જાય છે. જેનાથી કંપની દ્વારા રીફીલીગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે. આ ટેન્કની કામગીરી આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.
આ વેળાએ કોવિડ-૧૯ માટેના ખાસ ફરજ પર અધિકારીશ્રી મહેન્દ્ર પટેલ, ડો.નિમેશ વર્મા, સુÂપ્ર. એÂન્જનીયર સી.પી.પટેલ, પી.આઈ. યુના અધિકારીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.