રૂપાલી સ્ટારર સીરિયલ અનુપમામાં કરણની એન્ટ્રી

ફિલ્મી દુનિયા

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા તેની સ્ટોરીલાઈન અને પ્લોટથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. સીરિયલમાં હાલ રેપ કેસ જેવા સેન્સેટિવ મુદ્દાને દર્શાવવામાં આવી રહ્યો છે. જેમાં અનુપમા અને અનુજ કપાડિયા તેમની શોર્ટ ટ્રિપ દરમિયાન રસ્તામાં મળેલી ડિમ્પલ કેટલાક દુષ્કર્મીઓનો ભોગ બને છે અને બોયફ્રેન્ડ નિર્મિત તેને છોડીને ચાલ્યો જાય છે. અનુપમા અને અનુજ ડિમ્પલને પોતાના ઘરે લઈ જાય છે અને ગુના માટે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે.

આ માટે તેમણે પરિવારના સભ્યોના ટોણા સહિત ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. આ બધાની વચ્ચે રિપોર્ટ્સ પ્રમાણે સીરિયલમાં ખૂબ જલ્દી વધુ એક એક્ટરની એન્ટ્રી થવાની છે અને તેનું નામ છે કરણ ત્રેહાન. અનુપમા સીરિયલમાં કામ કરી રહ્યો હોવાની પુષ્ટિ કરણ ત્રેહાને પોતે જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રૂપાલી ગાંગુલી સાથેની તસવીર શેર કરીને કરી હતી. આ સાથે તેણે કામ કરવાનો અનુભવ પણ વર્ણવ્યો હતો. તેણે લખ્યું હતું ‘બેસ્ટ રૂપાલી ગાંગુલી સાથે કામ કરવાની મજા આવી. અદ્દભુત અનુભવ રહ્યો. તમારી પાસેથી ઘણું શીખવાનું મળ્યું’. કરણ ત્રેહાન કયા રોલમાં હશે તે અંગે હજી સુધી ચોક્કસ માહિતી મળી નથી.

પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, તે એ શખ્સોના લીડર તરીકે જોવા મળશે, જેણે ડિમ્પલ સાથે દુષ્કર્મ આચર્યું હતું. અનુપમાના હાલના સ્ટોરીપ્લોટની વાત કરીએ તો, ડિમ્પલને ઘરે લઈ આવવાના નિર્ણય બાદ કપાડિયા અને શાહ પરિવારની મહિલાઓને પાછળ હટી જવાની ધમકી મળી હતી. અનુપમા જ્યારે ઓફિસ જઈ રહી હતી ત્યારે તે શખ્સોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે ગમે તેમ કરીને ઘરે પહોંચી હતી. બીજી તરફ પાખીને પણ કોઈએ કિડનેપ કરી હતી.

બાને અનુપમાનો નિર્ણય જરાય પસંદ નથી તેઓ તેને સંભળાવવાનું ચૂકતા નથીય તો વનરાજ પણ કેસમાંથી પાછળ હટી જવાનું કહે છે. પરંતુ તે કોઈનું સાંભળતી નથી અને કહે છે ‘મને મારા દેશના કાયદા પર પૂરો વિશ્વાસ છે, આ કેસમાંથી હું પાછળ હટવાની નથી’. આગામી એપિસોડમાં અનુપમાની ફરિયાદના આધારે પોલીસ તમામ આરોપીઓને પકડી લેશે. તમામને પોતાની આંખો સામે જોઈને ડિમ્પલ પણ રોષે ભરાશે અને પોલીસની સામે જ તેમને લાફો મારશે. રિપોર્ટ્સનું માનીએ તો, બધું થાળે પડયા બાદ સમર ડિમ્પલના પ્રેમમાં પડશે અને બંને એકબીજાને જીવનસાથી બનાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.