ડીસામાં નગર સેવકના પિતાએ આત્મહત્યા કરતા ચકચાર

બનાસકાંઠા
deesa suicide
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક શખ્સે આત્મહત્યા કરી હોવની ઘટના સામે આવી છે. ભાજપના નગરસેવકના પિતાએજ વ્યાજખોરના ત્રાસના કારણે આત્મહત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે.
ડીસામાં વોર્ડ નંબર-૧ના ભાજપના નગરસેવક જીતુ રાણાના પિતાએ વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ડીસા દÂક્ષણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ડીસાના કૈલાસનગર ખાતે રહેતા જેસિંગભાઈ લાલજી રાણા (ઉ.વ.-૪૮)એ વ્યાજખોરોના ત્રાસથી પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે મૃતક જેસંગભાઈ માજીરાણા શહેરના એરપોર્ટ ચાર રસ્તા નજીક ચાની કીટલી ધરાવી પોતાના પરિવારનો જીવનનિર્વાહ કરતા હતા અને વોર્ડ નંબર એકના ભાજપના સદસ્ય જીતુ રાણાના પિતા હતા. જેઓએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવની જાણ થતા તેમના પુત્રએ પિતાની લાશને નીચે ઉતારી તપાસ કરતા ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ત્રણ લાખમાં મકાન ગીરવે મૂક્યું હતું અને આ મકાન ખાલી કરાવવા વ્યાજખોર દબાણ કરતા હોવાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ બાબતે તેમના પુત્ર જીતુભાઈ માજીરાણાએ જણાવ્યું હતું કે, અમારો પરિવાર બહાર ગામ ગયો હતો અને મારા પિતાજી ઘરે એકલા હતા. જે દરમ્યાન છેલ્લા ઘણા સમયથી મકાનના દસ્તાવેજને લઈ મારા પિતાજીને મુકુંદ મહેતા અને મહેશ મહેતા દ્વારા અવાર નવાર ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી. જેના કારણે મારા પિતાજીએ આ પગલું ભર્યું છે. ત્યારે આગામી ૨ દિવસમાં જો સરકાર અને પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો અમારો આખો સમાજ આંદોલન કરશે. ત્યારે હાલ તો પરિવારજનોએ પોલીસને જાણ કરતા ડીસા દÂક્ષણ પોલીસે લાશને ડીસા સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.