ભાજપના રાજમાં મોંધવારીએ માઝા મુકી છે : સંજય રબારી
પ્રથમ ચરણના આજે મતદાન બાદ બીજા ચરણની ચુંટણી માટે મતદારોને રીઝવવાના આખરી પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે ડીસા વિધાનસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીનો ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મતદારો હાજર રહી કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીનું ઠેરઠેર સ્વાગત કરી રહ્યા છે ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારી એ મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં મોંધવારી અને બેરોજગારી એ માઝા મુકી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ગુજરાન ચલાવુ મુશ્કેલ બની રહ્યું છે. માત્ર વિકાસની જ વાતો કરતી ભાજપ સરકાર આજે બેરોજગારી અને મોંઘવારીના કારણે લોકો ત્રસ્ત બની ગયા છે. જેના કારણે આ વર્ષ સત્તા પરિવર્તનનુ મન બનાવી લીધું છે. જેમાં આપ સૌને પણ કોંગ્રેસ તરફી મતદાનનો અનુરોધ કરવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે, આપ સૌ કોંગ્રેસ તરફથી મતદાન કરી જંગી બહુમતીથી જીતાડશો તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સહિત કાર્યકરો પણ જોડાયા હતા.