૧૦૮ ઈમરજન્સી સેવાની જેમ હું તમારી સાથે રહીશ : પ્રવીણ માળી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ડીસાના વોર્ડ નં. ૬ ના તેરમીનાળા ગણપતી ચોક ખાતે ભાજપની જન સભા યોજવામાં આવી હતી. જેમાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી અને સમર્થકોનું રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યુ. પ્રવીણભાઈ માળીએ જન સભા સંબોધતા તેરમીનાળા, લાલચાલી, સહિત આસપાસના રહીશોની નાના મોટી તમામ સમસ્યાઓને હલ કરવાની ખાત્રી આપી હતી અને ૧૦૮ ની જેમ હું તમારી સાથે રહીશ એવું વચન પણ આપ્યું હતું .આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. ૬ ના ઉત્સાહી કોર્પોરેટરો પૂનમબેન પ્રશાંતસિંહ ભાટી, નયનાબેન સોલંકી, નગરપાલિકા પ્રમુખ અને આ વિસ્તારના કોર્પોરેટર રાજુભાઇ ઠકકર સહિત કાર્યકરો વડીલો ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના મુકેશભાઈ ખત્રી જે ગત નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૬ માં ચૂંટણી લડી ચૂકેલા છે તેઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પક્ષ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.