મદરેસામાં ધો.૧થી ૮ના છાત્રોને મળતી સ્કોલરશિપ કેન્દ્રએ બંધ કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મદરેસામાં ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓને મળનારી સ્કોલરશિપ બંધ કરી દીધી છે. આ મુદ્દે નિર્દેશ પણ જારી કરી દેવાયા છે. અત્યાર સુધીમાં મદરેસામાં ૧થી ૫ સુધીના બાળકોને ૧૦૦૦ રૂપિયા સ્કોલરશિપ મળતી હતી. જ્યારે ૬થી ૮ સુધીના બાળકોને અલગ અલગ કોર્સના હિસાબે સ્કોલરશિપ મળતી હતી.

કેન્દ્ર સરકારનું માનવુ છેકે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ ૧થી ૮ સુધીનો અભ્યાસ મફત છે. આ સિવાય વિદ્યાર્થીઓને અન્ય જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવે છે. મદરેસામાં મિડ ડે મીલ અને પુસ્તકો ફ્રી મળે છે. દરમિયાન સરકારે સ્કોલરશિપ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. જાેકે ૯ અને ૧૦ ધોરણના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પહેલાની જેમ જ મળતી રહેશે. તેમની અરજી લેવામાં આવશે.

ગયા વર્ષે રાજ્યના ૧૬૫૫૮ મદરેસામાં ૪થી ૫ લાખ બાળકોને સ્કોલરશિપ મળી હતી. આ વખતે પણ નવેમ્બરમાં મદરેસાના બાળકોને સ્કોલરશિપ માટે અરજી આપવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશિપ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારે પહેલા જ સ્કોલરશિપ બંધ કરી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.