દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬.૯૭ લાખ કેસઃ દરરોજ લગભગ ૨૪ હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ ૧ લાખ કેસ આવી શકે છે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬ લાખ ૯૭ હજાર ૧૦૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૯૩૨ દર્દી વધ્યા છે. હવે દરરોજ આવી રહેલા કેસની સંખ્યા ૨૩ દિવસમાં બમણી થઈ રહી છે. જો ગતિ આવી જ રહેશે તો મહિનાના અંત સુધી ૫૦ હજાર અને આગામી મહિનાના ત્રીજા સપ્તાહમાં ૧ લાખ દર્દી પ્રતિદિવસ વધશે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫૮૨૬ દર્દી સાજા થયા છે, જ્યારે ૪૨૦ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૫૫૫ કેસ આવ્યા છે.

અત્યાર સુધી દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ ૫૭૨૩૨ કેસ અમેરિકામાં ૨ જુલાઈએ આવ્યા હતા. ત્યારપછી બ્રાઝીલનો નંબર આવે છે. અહીંયા ૧૯મેના રોજ સૌથી વધુ ૫૫ કેસ સામે આવ્યા હતા.

મધ્યપ્રદેશઃ અહીંયા છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૬ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સૌથી વધુ ૬૪ કેસ ગ્વાલિયરમાં અને ત્યારપછી ૬૧ કેસ ભોપાલમાં સામે આવ્યા. ઈન્દોરમાં ૨૩ દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા ૪૮૩૩ થઈ ગઈ છે. રાહતના સમાચાર તો એ છે કે અત્યાર સુધી ૩૭૭૨ દર્દી સાજા થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૫૫ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જે એક દિવસમાં વધી રહેલા દર્દીઓનો બીજો સૌથી મોટો આંકડો છે. આનાથી એક દિવસ પહેલા જ અહીંયા સૌથી વધું ૭૦૭૪ કેસ આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૧૦૨ કેસ થાણેમાં સામે આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૩ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં સામે આવી રહ્યા છે. ગાઝિયાબાદમાં ૨૭૬૫ અને ગૌતમબુદ્ધ નગરમાં ૨૨૦૫ દર્દી મળ્યા છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં ૨૪ કલાકમાં ૬૩૨ કેસ સામે આવ્યા હતા. પ્રતાપગઢમાં ૪૮, પાલીમાં ૩૩, જયપુરમાં ૩૧, અલવરમાં ૨૩, જાલૌરમાં ૧૮, બીકાનેરમાં ૧૨, ભરતપુરમાં ૦૮, અજમેર, દૌસા અને ઝૂંઝૂનૂમાં ૭-૭, રાજસમંદમાં ૦૬, કોટામાં ૫ બાંરા અને ઉદેયપુરમાં ૪-૪, ભીલવાડા, ઝાલાવાડ અને ટોંકમાં ૩-૩,ચુરુ અને ડૂંગરપુરમાં ૧-૧ દર્દી મળ્યા હતા.

બિહારઃ અહીંયા ૨૪ કલાકમાં ૪૦૩ કેસ સામે આવ્યા હતા. મધુબનીમાં ૧૨ દર્દી મળ્યા હતા. ત્યારપછી શહેરને ત્રણ દિવસ માટે સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. તો આ તરફ વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહના કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડે.સીએમ સુશીલ મોદીનો પણ ટેસ્ટ કરાયો છે. નીતીશ કુમારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.