![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/08-7.jpg)
સાહેબ નહિ ભાઈ બની તમારું કામ કરીશ : કેશાજી ચૌહાણ
દિયોદર વિધાનસભા ભાજપના ઉમેદવાર કૅશાજી ચોહાણ દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિયોદર સીટ પર ઠાકોર મતોનું પ્રભુત્વ છે,અને કેશાજી અહીંના ઠાકોર મતો પર સારું એવું પ્રભુત્વ પણ દર્શાવ્યું હતું. ગત ચૂંટણીમાં પણ તેઓ ખૂબ જ ઓછા મટે ચૂંટણી હાર્યા હતા, તેથી હાલ ગામે ગામ કેશાજીને લોકચાહના પ્રાપ્ત થઈ રહી છે. તેથી સોમવારે ડીસા તાલુકાના જુના નેસડા ગામે યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા કેશાજીએ જણાવ્યું હતું કે,’ તમે મને ચૂંટી ને જીતાડશો તો હું સાહેબ નહિ પણ કેશાજી બની તમારું કામ કરીશ. તમે મને તમારો પ્રશ્ન મોબાઈલથી સીધો રજૂ કરી શકશો. ‘આ પ્રસંગે સુરેશભાઈ સિલ્વા, મહેશભાઈ મોદી. બાબુભાઇ દેસાઇ, જગમલભાઈ હડીયલ, શવાભાઈ રાવલ, રઘુભાઈ રાજગોર સહિતનાં ભાજપનાં કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.