વડગામ વિધાનસભા ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલાને લઘુમતી સમાજનું સમર્થન સાંપડયું

ચૂંટણી 2022
ચૂંટણી 2022

આગામી તારીખ ૫ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મહત્વની વડગામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે.ત્યારે મત વિસ્તારના લોકોએ તાલુકાનો વિકાસ કરવા ભાજપના ઉમેદવાર મણીભાઈ જેઠાભાઈ વાઘેલાને ખૂલ્લું સમર્થન કર્યું છે. ક્ષત્રિય, ઠાકોર, ચૌધરી, ઈતર, લઘુમતી સમાજ સહિત તમામ સમાજોએ એક જ અવાજે સિંહ ગર્જના કરી છે કે હવે તો મણીભાઈ વાઘેલા સિવાય કોઈવાત નહીં. દરમિયાન વડગામ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ બબીબેન ચૌધરી (જલોત્રા) ની અધ્યક્ષતામાં તમામ મહિલા મોરચાના પદાધિકારીઓએ બુથ અને વોર્ડમાં પત્રિકા વિતરણ કરી ઘેર ઘેર જઈને લોકોને મતદાન માટે અપિલ કરી હતી. અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ જશુભાઇ ચૌહાણ, દિપકભાઈ પંડ્યા, લઘુમતી મોરચા પ્રમુખ મોબીનભાઈ પટેલ, જૈન ભોજક સમાજના આગેવાન શતિષભાઈ ભોજક, જયેશભાઈ માલધારી, સંજયભાઈ મોદી, કાંમરાજભાઈ ભૂતડીયા સહિત તમામ સમાજના આગેવાનોએ ગામે ગામ લોક સંપર્ક અભિયાન સફળ બનાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.