પાલનપુર નગરપાલિકા દ્વારા જ આત્મ નિર્ભર ગુજરાત પેકેજની અવગણના

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના આત્મનિર્ભર પેકેજનો અમલ કરી મિલકતવેરા રહેણાંકમાં ૨૦ ટકા તેમજ વાણિજ્ય એકમોમાં ૩૦ ટકા વળતર આપવા નગર પાલિકાના સદસ્ય દ્વારા માંગ કરાઈ છે.
પાલનપુર નગરપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ પ્રમુખ અને મુખ્ય અધિકારી ને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, પાલનપુર નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી ચાલુ નાણાકીય વર્ષનો વેરો માંગણા બિલની તારીખ થી ૩૦ દીવસમાં મિલકત ધારક નાણાં ભરી જાય તો ૧૦ ટકા રકમ નું વળતર આપવામાં આવે છે.
તાજેતરમાં કોરોના મહામારીને કારણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦/૨૧ માં રહેણાંક મિલકતમાં ૧૦ ટકા અને વાણિજ્ય મિલકતમાં ૨૦ ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી. તે અનુસંધાને નગરપાલિકા દ્વારા જાહેરાત કરી રહેણાંકમાં ૧૦ ૧૦=૨૦ ટકા અને વાણિજ્યમાં ૧૦ ૨૦=૩૦ ટકા મિલકત વેરામાં થોડા દિવસ રાહત આપવામાં આવેલ. પરંતુ થોડા દિવસ પછી રાહત આપવાનું તેમજ વેરો ઉઘરાવવાનું થોડા સમય બંધ રાખવામાં આવેલ હતું.
ત્યારબાદ તારીખ ૨૯/૦૬/૨૦૨૦ થી ફરીથી નગરપાલિકા દ્વારા વેરો ઉઘરાવવાનું શ\ કરવામાં આવતા રહેણાંક મિલકત વેરામાં ચાલુ વર્ષના ટેક્ષમાં ૧૦ ટકા જ વળતર તેમજ વાણિજ્યમાં ૨૦ ટકા જ વળતર આપવામાં આવે છે તે ગેરવ્યાજબી છે. ગુજરાત સરકારે વળતર જાહેર કર્યું તે પહેલા નગરપાલિકા દ્વારા વર્ષોથી નિયમીત વેરો ભરનારને ૧૦ ટકા વળતર મિલકત વેરામાં આપવામાં આવતું હતું તેમાં ઉમેરો કરીને રહેણાંકમાં ૧૦ ૧૦=૨૦ ટકા વળતર તેમજ વાણિજ્યમાં ૧૦ ૨૦=૩૦ ટકા વળતર મિલકત વેરામાં નિયમ મુજબ આપવું પડે. જે વળતર આપવા તેઓએ માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.