કોંગ્રેસે રૃ. ૧૦ કરોડનું અને ભાજપે રૃ. ૧૬૩ કરોડ દાન ગુજરાતમાંથી મેળવ્યું

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી છે અને પ્રચાર માટે તમામ પક્ષો-ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ એમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૃપિયા ૫૯૧.૨૭ કરોડનું દાન મળ્યું છે. આ પૈકી ડાયરેક્ટ ડોનેશનની વાત કરવામાં આવે તો ભાજપે રૃપિયા ૧૬૩.૫૪૪ કરોડ અને કોંગ્રેસે રૃપિયા ૧૦. ૪૬૪ કરોડનું દાન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.
રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ સુધીની કુલ આવક રૃપિયા ૧૬,૦૭૧. ૬૦ કરોડ જાહેર કરવામાં આવી છે. તેમાંથી ૭૯.૯૧ ટકા એટલે કે રૃપિયા ૧૨૮૪૨.૨૮૮ કરોડની આવક ૮ રાષ્ટ્રીય પક્ષોની છે. જ્યારે ક્ષેત્રિય પક્ષોને રૃપિયા ૩૨૨૯.૩૨ કરોડની આવક છેલ્લા પાંચ વર્ષમાં થઇ છે. લોકસભા ચૂંટણીના વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૭૬૦.૦૯ કરોડનું ફંડ મળ્યું છે, જ્યારે પ્રાદેશિક પક્ષોને વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન સૌથી વધુ એટલે કે ૧૦૮૯.૪૨૨ કરોડનું ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર કુલ આવકમાં રાષ્ટ્રીય પક્ષોને મળેલું દાન ૧૦૪૭૧.૦૪ કરોડ છે અને ૨૨૭૪.૫૭ કરોડ રૃપિયા ક્ષેત્રિય પક્ષોએ દાન થકી મેળવ્યા છે. ગુજરાતમાંથી મળેલા દાનની વાત કરીએ તો ઈલેક્ટોરલ બોન્ડ થકી ૩૪૩ કરોડ, ઈલેક્ટોરલ ટ્રસ્ટ થકી રૃ. ૭૪.૨૭ કરોડ અને સીધા કોર્પોરેટ દાન થકી રૃપિયા ૧૭૪ કરોડનું દાન પ્રાપ્ત થયું છે. ઈલેક્ટોરલ બોન્ડ થકી ૧૩ તબક્કામાં ૩૪૩ દાન મળ્યા છે. જેમાં સૌથી વધુ એપ્રિલ ૨૦૧૯ના તબક્કામાં રૃ. ૮૭.૫૦ કરોડ ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૨ના તબક્કામાં રૃપિયા ૮૧.૫૦ કરોડ મળ્યાની વિગતો સામે આવી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીઓ થવા જઇ રહી છે ત્યારે આ વિશ્લેષણ ગુજરાતમાંથી મુખ્ય પક્ષોને કેટલું દાન મળ્યું છે? કોના દ્વારા મળ્યું છે? તે સમજવા માટે કરવામાં આવ્યું છે. જોકે, ઈલેક્ટોરલ બોન્ડ યોજના આવતાં બોન્ડ થકી મળેલું દાન કોણે આપ્યું તેનો ખ્યાલ આવે નહીં તેના માટે ‘તકેદારી’ રાખવામાં આવે છે.
રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કુલ આવક જેનો વાર્ષિક અહેવાલ ચૂંટણી પંચની વેબસાઇટમાં પણ છે, તે રૃપિયા ૧૬,૦૭૧ કરોડ છે. પાંચ વર્ષમાં કુલ આવકના ૭૯.૯૧ ટકા એટલે કે ૧૨૮૪૨.૨૮ કરોડ ૮ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.