ICMR : એન્ટિબાયોટિક ઓછા તાવમાં લેવાનું ટાળો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જો તમે તાવમાં એન્ટીબાયોટેક દવા લઇ રહ્યાં છો તો સાવધાન. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ ( ICMR )એ દિશા નિર્દેશ જારી કરી લોકોને ઓછા તાવ અથવા વાયરલ બ્રોંકાઇટિસ જેવી બીમારીઓ માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું છે અને ડોક્ટરોને આ દવાઓનું પ્રિસ્કિપશન લખતી વખતે સમય મર્યાદાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.
ICMR ના દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ચામડી અને સોફ્ટ ટિસ્યુ ઇન્ફેકશન માટે પાંચ દિવસ અને હોસ્પિટલમાં ન્યૂમોનિયા માટે આઠ દિવસ સુધી એન્ટિબાયોટિક આપવી જોઇએ.
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે.
ICMR એ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.