વર્ષ દરમિયાન સરેરાશ માત્ર ૩૦ દિવસ બેઠક ૧૪મી વિધાનસભામાં

ગુજરાત
ગુજરાત

પ્રજાના પ્રશ્નોને વાચા આપવા, વિવિધ ઠરાવો પસાર કરવાના ઉદ્દેશ સાથે વિધાનસભાનું સત્ર યોજાતું હોય છે. જેમાં નાગરિકો દ્વારા ચૂંટવામાં આવેલા નેતાઓ તેમનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ગત ૧૪મી વિધાનસભામાં કુલ ૧૫૩ બેઠક મળી હતી. આમ, વર્ષમાં સરેરાશ માત્ર ૩૦ દિવસ વિધાનસભાની બેઠક મળી હતી તેમ કહી શકાય.છેલ્લા ૨૦ વર્ષમાં સરેરાશ સૌથી ઓછા દિવસ બેઠકમાં ૧૪મી વિધાનસભા બીજા ક્રમે છે. અગાઉ ૧૨મી વિધાનસભામાં કુલ માત્ર ૧૫૦ દિવસ બેઠક મળી હતી.
૧૪મી ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ ૩૦ દિવસની બેઠક ૨ માર્ચ ૨૦૨૨થી ૩૧ માર્ચ ૨૦૨૨ દરમિયાન યોજાઇ હતી. આ સિવાય ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮થી ૨૮ માર્ચ ૨૦૧૮માં ૨૯, ૧ માર્ચ ૨૦૨૧થી ૧ એપ્રિલ ૨૦૨૧માં ૨૮ દિવસની બેઠક યોજાઇ શકી હતી. આ સિવાય ૨૭-૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧, ૨૧-૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના માત્ર બે દિવસનું સત્ર યોજવામાં આવ્યું હતું. આમ, પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં ૧૪મી વિધાનસભામાં ખાસ રસ દર્શાવાયો જ નથી તેમ જણાય છે. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ ૩૧૨ દિવસનું સત્ર માર્ચ ૧૯૬૨થી સપ્ટેમ્બર ૧૯૬૬ સુધીની બીજી વિધાનસભામાં યોજાયું હતું. સૌથી વધુ ૪૯ દિવસ બેઠકનો રેકોર્ડ ૧૯૬૮ની ત્રીજી વિધાનસભામાં નોંધાયો છે. એ વખતે ૨૨ જાન્યુઆરીથી ૩૦ માર્ચ સુધી બેઠક યોજાઇ હતી.
ગુજરાત વિધાનસભામાં ૧૯૯૪ સુધી એકાદ અપવાદને બાદ કરતાં ૨૦૦થી વધુ દિવસ બેઠક યોજાતી હતી. પરંતુ ક્રમશઃ ત્યારબાદ બેઠકની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૧ દરમિયાન દેશની જે વિધાનસભામાં સરેરાશ સૌથી દિવસ વધુ બેઠક યોજાઇ હોય તેમાં કેરળ મોખરે છે. કેરળમાં સૌથી વધુ સરેરાશ ૬૧ દિવસ બેઠક યોજવામાં આવી હતી.
આ પછી ઓડિશા સરેરાશ ૪૩ દિવસ સાથે બીજા, કર્ણાટક ૪૦ દિવસ સાથે ત્રીજા, તામિલનાડુ ૩૪ દિવસ સાથે ચોથા, બિહાર ૩૨ દિવસ સાથે પાંચમાં, હિમાચલ પ્રદેશ ૩૧ દિવસ સાથે છઠ્ઠા, રાજસ્થાન-ઝારખંડ-આસામ ૨૬ દિવસ સાથે સંયુક્ત સાતમાં સ્થાને છે. જાણકારોના મતે, ૧૪મી વિધાનસભામાં ઓછા દિવસ બેઠકનું કારણ કોરોના પણ છે. કોરોનાને કારણે ૨૩ માર્ચ ૨૦૨૦ના સત્ર ટૂંકાવવું પડયું હતું. આ પછી ૨૦૨૦માં એકમાત્ર બેઠક સપ્ટેમ્બરમાં ૬ દિવસ માટે મળી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.