ભાજપના સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ : બોટાદ

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. દિગ્ગજ નેતાઓ પણ સભાઓ, ચૂંટણી પ્રચાર, મુલાકાતોમાં લાગી ગયા છે, ત્યારે આ જ ક્રમમાં આજે સી.આર.પાટીલ અચાનક બોટાદ પહોંચ્યા હતા. બોટાદ RTO હેલિપેડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું સ્વાગત કરાયું હતું, ત્યારબાદ તેમણે બેઠક યોજી હતી. આ દરમિયાન સી.આર.પાટીલના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં ખામી સર્જાયા બાદ ભાજપના નેતા સી.આર.પાટીલે કારમાં જવાનો વારો આવ્યો હતો.
સી.આર.પાટીલની પદાધિકારીઓ, મહત્વના આગેવાનો સાથે બેઠક યોજાઈ
દરમિયાન આજે બોટાદની અચાનક મુલાકાત દરમિયાન તેઓ હેલિકોપ્ટર દ્વારા RTO હેલિપેડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું સ્વાગત કરવા માટે સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલે જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી મહત્વની ચર્ચાઓ કરી હતી. બોટાદમાં આવેલી સાળંગપુર રોડ પરની ખાનગી હોટલમાં તેમની બેઠક યોજાઈ હતી.
બે તબક્કામાં યોજાશે મતદાન
બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે એક અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. સાથે જ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. બે તબક્કામાં તમામ 182 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે.
પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા કુલ એક હજાર 621 ઉમેદવારોમાં એક હજાર 482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.