શનિવારે બપોરે 11-56 કલાકે લૉન્ચ કરાયું, ઇસરોનું પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV) રોકેટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) : ઇસરોનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પી.એસ.એલ.વી.) શનિવારે બપોર ૧૧.૫૬ કલાકે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી અંતરિક્ષમાં વહેતું મુકવામાં આવ્યું છે. આ માહિતી આપતા ‘ઇસરો’એ જણાવ્યું હતું કે, ૪૪.૪ મીટર ઊંચુ આ રૉકેટ ૨૫.૩૦ કલાકના કાઉન્ટ ડાઉન પછી અંતરિક્ષ તરફ વહેતું મૂકાયું હતું.
તે તેની નિશ્ચિત કક્ષામાં માત્ર ૧૭ મિનિટમાં જ પહોંચી ગયું હતું તેમ ઇશરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું. આ પછી વિજ્ઞાાનીઓ તેની ભ્રમણ કક્ષા નીચી કરવા પ્રયત્નો શરૂ કરશે. તે માટે બે કલાક લાગશે પરંતુ તેથી અન્ય કો-મેસેન્જર સેટેલાઇટસ જેઓ વિવિધ ભ્રમણકક્ષામાં ઘૂમી રહ્યા છે તેમને અવરોધ ન રહે.
ડૉ. સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, આ ‘અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-૬’ તે સાંરલસેટ શ્રેણીના થર્ડ જલહેશન- સેટેલાઇટ છે. તે ઑશનસેટ-૨ની શ્રેણીના સાતત્યરૂપે છે પરંતુ આ સ્પેસ ક્રાફ્ટમાં વધુ મોટાં અને વધુ પે-લોડ સ્પેસિફિકેશન છે તેમજ તેમનો એપ્લીકેશન વિસ્તાર પણ વધુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.