શ્રીહરિકોટાથી ઈસરો દ્વારા એકસાથે ૯ સેટેલાઈટ લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આંધ્ર પ્રદેશ, ઈસરોએ આજે એટલે કે ૨૬ નવેમ્બર ૨૦૨૨ની સવારે ૧૧.૫૬ વાગે શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ પેડ વન ઓશનસેટ-૩ સેટેલાઈટ લોન્ચ કર્યુ. લોન્ચિંગ પીએસએલવી-એક્સએલ રોકેટથી કરવામાં આવ્યુ. આ સાથે ભૂટાન માટે ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ સહિત આઠ નેનો સેટેલાઈટ્‌સ પણ લોન્ચ કરવામાં આવ્યા.

ભૂટાનસેટ એટલે કે ઈન્ડિયા-ભૂટાનનું જાેઈન્ટ સેટેલાઈટ છે. જે એક ટેકનોલોજી ડિમોન્સટ્રેટર છે. આ એક નેનો સેટેલાઈટ છે. ભારતે આ માટે ભૂટાનને ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. ભૂટાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા લાગેલા છે. આ સેટેલાઈટ જમીનની જાણકારી આપશે. રેલવે ટ્રેક બનાવવા, બ્રિજ બનાવવા જેવા વિકાસ સંબંધિત કાર્યોમાં મદદ કરશે. આમાં મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા પણ લાગેલા છે. સામાન્ય તસવીરની સાથે અલગ-અલગ તરંગોના આધારે તસવીર પણ મળશે.

ડેટા રિસેપ્શન ભૂટાનમાં ભારતના સહયોગથી બનાવવામાં આવેલા સેન્ટરમાં થશે પરંતુ તે પહેલા તેને ઈસરો પ્રાપ્ત કરીને તેમને આપશે. ભૂટાનમાં ભારત ગ્રાઉન્ડ સ્ટેશન પણ ડેવલપ કરી રહ્યુ છે. ઓસિએનસેટ-૩ સમુદ્રી સપાટીના તાપમાન, ક્લોરોફિલ, ફાઈટોપ્લેકટોન, એરોસોલ અને પ્રદૂષણની પણ તપાસ કરશે. આ ૧૦૦૦ કિલોગ્રામ વજનનું સેટેલાઈટ છે. જેને ઈસરો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-૬ નામ આપવામાં આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.