વધતી મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગ ત્રસ્ત બન્યું છે : કોંગ્રેસ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ધાનેરા વિધાનસભાની ચૂંટણી ધીરે ધીરે રંગ જમાવી રહી છે. ધાનેરા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથાભાઈ પટેલને જીતાડવા નગર પાલિકાનાં કોંગ્રેસી સદસ્યો દ્વારા દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાંથી મહિલાઓ વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટે હાલ ઘરે ઘરે પહોંચી કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓઓ વોટ માંગી રહી છે. ધાનેરા નગર પાલિકામા વધુ બહુમતી સાથે કોંગ્રેસ શાસનમાં છે જેને લઇ ધાનેરા શહેરી વિસ્તારમાં આયોજન પૂર્વક ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. ઘર હોય કે દુકાન કે મહિલાઓ દરેક જગ્યાએ કોંગ્રેસી કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે. વિધાન સભા યુથ પ્રમુખ જયેશ ભાઈ એ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારથી મોટા ભાગે મહિલાઓ ખૂબ નારાજ છે. વધતી મોંઘવારીનાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન જીવવું મુશ્કેલી ભર્યું બની ગયું છે. જેના કારણે મતદારો આ વખતે પણ કોંગ્રેસ તરફી વલણ રાખી મતદાન કરવાનું મન બનાવી લીધું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.