રિઝર્વ બેંકે Paytm ને આપ્યો મોટો ઝટકો, આ સર્વિસ પર લગાવી રોક

Business
Business

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ સર્વિસ લિમિટેડને ઝટકો આપ્યો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું છે કે પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે Paytmને ફરીથી અરજી જમા કરવી પડશે.

જણાવી દઈએ કે રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસની ઓનલાઈન મર્ચન્ટના ઓનબોર્ડિંગ પર રોક લગાવી દીધી છે અને કંપનીના નવા ઓનલાઈન મર્ચન્ટને ત્યાં સુધી શામેલ નહીં કરી શકે જ્યાં સુધી અરજી મંજૂર ન થાય. જો કે કંપનીનું કહેવું છે કે રિઝર્વ બેન્કના આ નિર્ણયથી તેના બિઝનેસ પર કોઈ મોટી અસર પડવાની નથી. જણાવી દઈએ કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે Paytmના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

શું કામ કરે છે પેમેન્ટ એગ્રીગેટર?
પેટીએમ પેમેન્ટ સર્વિસે ઓનલાઈન મર્ચન્ટ એ પેમેન્ટ એગ્રીગેટર સેવાઓ ઉપલબ્ધ કરવા માટે લાયસન્સ માટે અરજી કરી હતી જેને રિઝર્વ બેંક દ્વારા નકારી કાઢવામાં આવી છે.જણાવી દઈએ કે પેમેન્ટ એગ્રીગેટર એ એક એવી સર્વિસ પ્રોવાઈડ છે જે એક જ જગ્યાએ તમામ પ્રકારના પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ કરે છે. આ પછી ગ્રાહકો પાસેથી પૈસા જમા કરીને એક નક્કી સમય સુધી મર્ચન્ટને પેમેન્ટ મોકલી આપવામાં આવે છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો પેમેન્ટ એગ્રીગેટરનું કામ તમામ પેમેન્ટ વિકલ્પો દ્વારા ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવવાનું છે અને ચોક્કસ સમયની અંદર દુકાનદારો અને ઈ-કોમર્સ સાઇટ્સ પર ટ્રાન્સફર કરવાનું છે.

120 દિવસની અંદર કરવું પડશે આવેદન
જણાવી દઈએ કે હવે Paytm એ 120 દિવસોમાં ફરીથી પેમેન્ટ એગ્રીગેટર માટે અરજી સબમિટ કરવી પડશે. જો કે આ વાત પર Paytmનું કહેવું છે કે તેના પ્લેટફોર્મ પર હાલના વેપારીઓને આ નિર્ણયની કોઈપણ રીતે અસર થશે નહીં. રિઝર્વ બેંકના નિર્ણયની અસર ફક્ત નવા ઓનલાઈન મર્ચન્ટ પર જ જોવા મળશે. આ સાથે જ કંપનીએ આશા વ્યક્ત કરી છે કે ફરી અરજી કર્યા બાદ તેને મંજૂરી મળી જશે.

કેટલી કંપનીઓ એ કર્યું આવેદન?
વર્ષ 2020 માં રિઝર્વ બેંકે માર્ગદર્શિકા જારી કરીને દરેક પેમેન્ટ એગ્રીગેટર્સ માટે લાઇસન્સ ફરજિયાત બનાવ્યું હતું અને એ પછી ઘણી પેમેન્ટ કંપનીઓએ લાયસન્સ માટે અરજી કરી છે. એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 185 થી વધુ ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સે આ લાયસન્સ માટે અરજી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.