કર્ણાટકના CM બોમ્મઈને મુંબઈમાં તેમના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમા વિવાદનો મામલો વધુ ઘેરો બનતો જાય છે. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા પર નિવેદનો વચ્ચે હવે મુંબઈના બસ સ્ટોપ પર કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના માહિમ બસ સ્ટોપ પર કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈમા એક પોસ્ટર કાળી શાહી ફેંકાયેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આની ઘણી તસવીરો શેર કરવામાં આવી છે જેમાં સીએમ બોમ્મઈના પોસ્ટર પર કાળી શાહી જોઈ શકાય છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે આ ઘટના સામે આવી છે જેમાં બંને રાજ્યોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે.
આ અગાઉ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં શુક્રવારે બીજી ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં કર્ણાટક બસો પર મહારાષ્ટ્ર તરફી સૂત્રો લખવામાં આવ્યા હતા. પુણેના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મરાઠી તરફી સંગઠનના કાર્યકરોના એક જૂથે કથિત રીતે કર્ણાટકની માલિકીની બસોને ‘જય મહારાષ્ટ્ર’ જેવા નારા લગાવ્યા હતા અને કાળી શાહીથી બોમાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બેલાગવી પર આંતર-રાજ્ય સીમા વિવાદને લઈને બંને રાજ્યોના નેતાઓ વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ વચ્ચે આ કથિત ઘટનાઓ સામે આવી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યની બસો પર મહારાષ્ટ્ર તરફી સૂત્રો લખવાની કથિત ઘટનાઓની નિંદા કરી છે. બોમ્મઈએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારને આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવાની પણ અપીલ કરી છે. બોમ્મઈએ શુક્રવારે કહ્યું હતું કે, આવી ઘટનાઓ રાજ્યો વચ્ચે વિભાજન પેદા કરશે અને તેથી મહારાષ્ટ્રે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ.
કર્ણાટકના મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું હતું કે, આપણો દેશ ભારત રાજ્યોનો સંઘ છે. દરેક રાજ્યને તેના પોતાના અધિકારો છે. આ રાજ્યોની રચના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. કાયદો ખૂબ જ સ્પષ્ટ છે અને તે સંબંધિત સરકારની ફરજ છે કે, તે શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવે અને રાજ્યોમાં શાંતિ અને સૌહાર્દની ભાવના બની રહે. બસો પર મહારાષ્ટ્ર સમર્થક સૂત્રો લખવાની ઘટનાઓને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બોમ્મઈએ કહ્યું કે, જો કોઈ આવું કરી રહ્યું છે તો હું તેની નિમદા કરું છું અને મહારાષ્ટ્ર સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેને રોકવાનો આગ્રહ કરું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.