દિલ્હીમાં 10 હજાર બેડવાળું દુનિયાનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ – રાજનાથ અને શાહે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વનું સૌથી મોટી કોવિડ કેર સેન્ટર રવિવારથી રાજધાની દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. કેંટોનમેન્ટમાં બનેલા આ હંગામી સેન્ટરનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19 હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમાં 250 ICU બેડ સહિત 10 હજાર બેડ છે.

આ કોવિડ કેર સેન્ટર 11 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેની મુલાકાત લીધી હતી. DRDOના અધ્યક્ષ જી સતીષ રેડ્ડી અને આઇટીબીપી ચીફ એસ.એસ. દેસ્વાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજનાથે કહ્યું હતું કે આ હોસ્પિટલને DRDO, ગૃહ મંત્રાલય અને ટાટા સન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઘણા સંગઠનોએ સાથે મળીને તૈયારી કરી છે. તેને સંમગ્ર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધારા-ધોરણો પ્રમાણે તૈયાર કરાઈ છે. અહીં અમે કોરોના દર્દીઓને સારી સારવાર આપીશું અને તેને બીમાર લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે. બીજી તરફ સેના દુશ્મનોથી આપણી સુરક્ષા કરી રહી છે.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) ચીફે રવિવારે કહ્યું હતું કે ભારતીય સેનાનો મનોબળ ઊચું છે. સેનાનો દરેક જવાન દેશની સુરક્ષા માટે પોતાના જીવની બાજી લગાવવા માટે તૈયાર છે. ITBPના ડાયરેક્ટર જનરલ (ડીજી) એસએસ દેસવાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના લદ્દાખ પ્રવાસથી સેનાના મનોબળ ઉપર મોટી અસર થઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે હાલ દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે બેડની કમી નથી. કુલ 15 હજાર બેડ છે જેમા 5300 બેડ ઉપર દર્દીઓ છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં 10 હજાર બેડવાળી હોસ્પિટલની જરૂરત હતી. જો દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધશે તો તે મદદગાર સાબિત થશે. દિલ્હીમાં લોકડાઉન હટાવ્યા પછી કેસ વધ્યા હતા, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.