સત્યેન્દ્ર જૈનના વીડિયો અંગે કીરણ બેદીનો કટાક્ષ પોતાના જ મંત્રીને જેલની સજા થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના મંત્રી અને ”આપ”ના નેતા સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી)એ મે મહિનામાં ”પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ” (પી.એમ.એલ.એ.) નીચે ધરપકડ કરી હતી. તે અંગે દિલ્હીનાં પૂર્વ આઈજીપી (જેલ) અને પુડ્ડુચેરીનાં પૂર્વ લેફટેનન્ટ ગવર્નર કીરણ બેદીએ જૈનને જેલમાં અપાઈ રહેલી ખાસ ટ્રીટમેન્ટ અંગે કહ્યું હતું કે તેવી ક્ષતિઓ તો ”જેલ વહીવટી તંત્ર”ની છે. (તેને જેલના અધિકારીઓની ક્ષતિ ગણી ન શકાય)
તે સર્વવિહિત છે કે કીરણ બેદી પૂર્વે ઈન્સ્પેકટર-જનરલ-ઓફ-પોલીસ (આઈ.જી.પી.) જેલ તરીકે હતાં. તેઓએ કહ્યું ”જેલના અધિકારીઓ” પોતાના જ મંત્રીને જેલની સજા થઈ હોવા છતાં તેમની વિરૂદ્ધ પગલાં લેતાં અચકાય, તે સહજ પણ છે.
જૈનની ધરપકડ થઈ તે પૂર્વે તે દિલ્હીમાં જેલના મંત્રીપદે હતા.
તે જેલ વહીવટી તંત્રની ભૂલ છે… તે રાજકીય વ્યવસ્થા (રાજય-મંત્રી)ને રીપોર્ટ કરે છે. જેલ અધિકારીઓ પોતાના જ મંત્રી વિરૂદ્ધ પગલાં પણ કઈ રીતે લઈ શકે કે જ્યાં સુધી દિલ્હીના ઉપરાજ્યપાલ (વી. કે.સકસેના) તેઓને મંત્રીપદેથી દૂર ન કરે (ડીસમીસ ન કરે) કે વિલંબિત પણ ન કરે ? તેમ પણ બેદીએ કહ્યું હતું.
સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં એક અન્ય કેદ પાસે મસાજ કરાવાના અને પગચંપી કરાવતા વિડીયો કેમેરામાં ઝડપાયા હતા. સત્યેન્દ્ર જૈનને આ પ્રકારની સવલતો આપણા બદલ જેલ સુપ્રીન્ટેન્ડન્ટ અજિતકુમારને મળેલાં સસ્પેન્શન અંગે, કીરણ બેદીએ ફરી કટાક્ષ કરતા કહ્યું હતું કે ”એવું બન્યું હશે કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને જેલમાં ઠેર ઠેર વિડીયો છે. તેની ખબર પણ નહીં હોય.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.