સુપ્રીમના ઇડબ્લ્યુએસ ચુકાદા સામે રિવ્યુ પિટીશન કોંગ્રેસ નેતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશ કોંગ્રેસના એક નેતાએ ઇડબ્લ્યુએસ અંગે કેન્દ્રના નિર્ણયને મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગોને ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ચાલુ રાખવાનો ચુકાદો આપ્યો હતો.
જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના સાત નવેમ્બરના ચુકાદાની સમીક્ષાની માગ કરવામાં આવી છે. આ રિવ્યુ પિટિશન એડવોકેટ વરીન્દેર કુમાર શર્મા દાખલ કરવામાં આવી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિતના અધ્યક્ષતાવાળી ખંડપીઠે ૩-૨થી આ ચુકાદો આપ્યો હતો. આનાથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં ૧૦૩માં બંધારણીય સંશોધન દ્વારા જે આર્થિક રીતે નબળા વર્ગને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાની વ્યવસ્થા છે. જે બંધારણનો ભંગ નથી.
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે ઇડબ્લ્યુએસ અનામત અંગેનો ચુકાદો આપ્યો હતો. જેમાં ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ ઇડબ્લ્યુએસ અનામત અંગે સંમતિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આર્થિક ધોરણે આપવામાં આવતું અનામત બંધારણના મૂળભૂત માળખાનું કોઇ પણ સ્વરૃપે ભંગ કરતું નથી.
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી પણ ન્યાયમૂર્તિ માહેશ્વરીથી સંમત થયા હતાં. તેમણે પણ જણાવ્યું હતું કે ઇડબ્લ્યુએસ અનામતથી કોઇ સ્વરૃપે બંધારણનુ ભંગ થતું નથી. ન્યાયમૂર્તિ પારદીવાલાએ પણ ઇડબ્લ્યુએસ અનામતને સમર્થન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.