યુવકે ડ્રગ્સ એડિક્ટ ના કારણે માતા-પિતા, બહેન અને દાદીની હત્યા કરી: દિલ્હી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક ડ્રગ્સ એડિક્ટેડ યુવકે પોતાના જ પરિવારના ચાર લોકોની ચાકુથી હત્યા કરી નાખી હતી. આ યુવકને ડ્રગ્સમાંથી છૂટકારો અપાવવા માટે એક સેંટર પર દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી છૂટીને હાલમાં જ તે ઘરે આવ્યો હતો અને સમગ્ર પરિવારને રહેંસી નાખ્યો હતો. દિલ્હીમાં આ શ્રદ્ધા વોલ્કર નામની યુવતીની હત્યા કરીને ૩૫ ટૂકડા કરી નાખવામાં આવ્યાની ઘટના બહાર આવ્યાના થોડા જ દિવસ બાદ વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે.
જે પણ લોકોની હત્યા કરવામાં આવી છે તેમાં હત્યારા કેશવના ૭૫ વર્ષના દાદી દીવાના દેવી , ૫૦ વર્ષના પિતા દિનેશ અને માતા દર્શના તેમજ ૧૮ વર્ષીય બહેન ઉર્વશીનો સમાવેશ થાય છે. ૨૫ વર્ષીય કેશવને ડ્રગ્સની ટેવ પડી ગઇ હતી, જેને પગલે તેને સેંટર પર રાખવામાં આવ્યો હતો. તેણે પોતાના માતા પિતા, દાદી, બહેનને રહેંસી નાખ્યાની આ ઘટનાની દિલ્હીમાં ભારે ચર્ચા છે.
દિલ્હીના પોલીસ કમિશનર મનોજ સીએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસની એક ટીમ ઘરે પહોંચી તો એક સાથે પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને જે વ્યક્તિએ ફોન કરીને બોલાવી હતી તેણે અને મૃતકોના અન્ય સગાઓએ મળીને હત્યારા યુવકને પકડીને રાખ્યો હતો અને બાદમાં પોલીસને સોપી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર સાથે દલિલો અને ઝઘડો થતા આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે હાલ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
જોકે જ્યારે પોલીસ કેશવને પકડીને લઇને જઇ રહી હતી ત્યાર ેતેને સૌથી પહેલા પકનારા તેના સગા કુલદીપ સૈનીને કેશવે ધમકી આપી હતી કે હવે તારો નંબર છે. હું જ્યારે જેલમાંથી બહાર આવીશ ત્યારે તારો વારો છે. એટલે કે પોતાના પરિવારની હત્યા બાદ પણ આ યુવકને પોતાના કર્યા પર કોઇ જ અફસોસ નહોતો અને વધુ હત્યા કરવાની અન્ય સગાને ધમકી આપી રહ્યો હતો એટલી હદે તે ડ્રગ્સને કારણે વિકૃત્ત મગજનો થઇ ગયો હતો.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.