ચાચાની ભુલ

કલરવ
કલરવ

તાજુદીન કીનાસુદીન નામે એક ચાચા હતા. મિયાંજી હતા પણ લોકો એમને માનસભર રીતે ચાચા કહીને બોલાવતા.લોકોને એમનું આવું લાંબુ લચ નામ બોલતાં ફાવતુ નહીં. એમની બાપદાદાની પેઢી મસાલા વેચવાનું કામ કરતી હતી. જાકે મસાલાવાળા અટક તો કોઈને ખબર પણ ન હતી.
આ ચાચાને બાજુના ગામમાંથી નોકરી માટે ઘણી ઓયરો આવતી પણ તેઓ જતા નહીં. સામેથી કહેતા ‘મેરે સગેને પણ મસાલા બેચા થા અગર મેં કામ યા કોઈ નોકરી કરૂંગા તો યહાં કરૂંગા.. વર્ના ભુખા મર જાઉંગા..
ચાચા કહેતા, એમના પત્ની કહેતા, હર ઘડી ભુંખા મરૂંગા… ભુખા મરૂંગા કહેતે રહેતે હો, કુછ નોકરી કયું નહીં સોચતે ?
એક દિવસ ચાચા જયાં રહેતા હતા એ ગામમાં નાથા પટેલના ત્યાં એમને નોકરી મળી ગઈ.. ખેતરની રખેવાળી કરવાની.. આમ તો નાથા પટેલને એવી કોઈ જરૂર ન હતી પણ ચાચાની પત્નીએ નાથુભાઈને કહેલું, મેરે ઉનકો કુછ કામ હોવે તો દેના..અખ્ખે દિન લમણા ફોડતે રહેતે હૈ..
ચાચાને એથી રખેવાળીનું કામ મળી ગયું. દર ત્રણ મહીને પગાર આપવાનો.. ચાચાને રાત્રે ખેતરમાં જવાનું અને સુરજ ઉગે ઘેર પાછા આવી જવાનું..
આજકાલ કરતાં ત્રણ મહીના થયા. નાથા પટેલે ચાચાને પુછયું પગાર પેટે રોકડા રૂપિયા જાઈએ છે કે…
મૈં કલ બતાઉંગા.. ચાચા આટલું કહીને ઘેર આવ્યા.. આખો દિવસ વિચાર્યું રૂપિયા તો કાલે વપરાઈ જશે.. પણ..
બીજા દિવસે ચાચા નાથા પટેલની પાસે પહોંચ્યા.. રૂપિયાને બદલે બકરીનું મોંગણું થતાં નાથા પટેલ ચોંકયા.. તો ચાચાએ બકરીના ફાયદા બતાવ્યા.. દુધ, ઘી, હલવો, દહીં..
પણ નાથા પટેલે આ બધું સાંભળ્યું ન સાંભળ્યું કરીને બકરી આપી દીધી.ચાચા ખુશ થતાં બકરીને દોરતા પોતાના ઘેર આવ્યા. બકરી પોતાની પત્નીને બતાવી. પત્નીને નવાઈમાં પડી ગઈ. રૂપિયાને બદલે બકરી..
ચાચાની પત્નીએ આ મામલે સવાલો પૂછયા તો ચાચાએ સમજાવવા માંડયું.. બકરી કે દુધ સે, દહીં બનેગા.. દહીં સે મલાઈ..ઘી..માવા…ચાચાએ જણાવ્યું..
ચાચી સાંભળી રહ્યા. ચાચાએ આગળ કહ્યું બકરી દુધ ઔર દુધ સે ઘી કા શીરા બનેગા ઔર હમ દોનો અપને ઘર કે પાસવાલે લીમડે કે ઝાડ નીચે બેઠકર ખાયેંગે..
ચાચાએ વિગત આપી.
લીમડે કે ઝાડ કયું ? ચાચીએ સવાલ કર્યો.
તું નહીં સમજેગી.. તેરે મેં તીન પૈસે કી અક્કલ નહીં હૈ.. મગર બકરી કો ખિલાયેંગે કયા ? ચાચીએ પાછો બીજા પ્રશ્ન પૂછયો..
કયા કહું તુજે અક્કલ જૈસા કુછ હૈ કે નહીં ? બકરી કો છોડ દુંગા.. વહ અપને ખા લેગી ?
બીજા દિવસે ચાચાએ બકરી છોડી.. બકરી એટલામાં ફરતી જેના તેના ઘરમાં ઘુસી જતી. એ વિસ્તારમાં પાંચા પટેલની અનાજની દુકાન હતી. અનાજના કોથળા ઉઘાડા પડયા રહેતા. .એમાં મોં મારી ખાવાનું બરાબર શીખી ગઈ હતી. આ બાબત પાંચા પટેલના હૈયામાં આવી હતી. શરૂ શરૂમાં તો ભગાડી દેતા. એકાદ બે વાર ચાચાને કહ્યું, ચાચા એ સામે જણાવ્યું વો બકરી હૈ કહીં ભી ઘુસ સકતી હૈ, ખા શકતી હૈ, મુજે એસી કોઈ શિકાયત ના કરો..
ચાચાજીએ કહ્યું જાણે જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધા. બે ત્રણ દિવસ બાદ પાંચા પટેલે બકરીને પોતાના ઘરમાં બાંધી દીધી. આ તરફ ચાચાને ખબર પડી એ તો આવ્યા પાંચા પટેલ પાસે અને બકરી છોડવા કહ્યું.
પટેલે ના પાડી.. ચાચા અકળાયા.. ગુસ્સો કરતા થતા કાજી સાહેબ પાસે ગયા. કાજી પણ પોતાની જાતના હોવાથી ન્યાય મારા તરફેણમાં આવશે એવું માનતા હતા. કાજી સાહેબે આખીય વાત જાણી એમને થયું ચાચાની બકરી છે એ વાત સાચી, મુંગું પ્રાણી છે.એય સાચું પણ કોઈના ઘરમાં ઘુસી નુકશાન થોડું થાય ?
કાજીસાહેબે ચાચાનો સાતસો રૂપિયાનો દંડ કર્યો. ચાચા ચોંકયા.. મેરી બકરી ઔર મેં દંડ ભરૂં ?
હા કાજી સાહેબે કહ્યું.
પણ પાંચા પટેલે ચાચાને વાત સમજાવી કે કોઈને નુકશાન ન કરાય.
ને ચાચાએ પોતાની ભુલ સમજાઈ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.