બિહારમા રૂ.100 કરોડનું કાળું નાણું પકડાયું, રિયલ એસ્ટેટ-હીરાના ઉદ્યોગો પર આઇટીના દરોડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આવકવેરા વિભાગે તાજેતરમાં રિયલ એસ્ટેટ અને હીરા જવેલરીનો બિઝનેસ કરનારા બિહારના કેટલાક બિઝનેસ જૂથો પર દરોડા પાડી ૧૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ દરોડા ૧૭ નવેમ્બરે બિહાર, લખનઉ અને દિલ્હીમાં પટણા, ભાગલપુર અને ડેહરી આન સોનમાં આ જૂથોના લગભગ ૩૦ પરિસરોમાં પાડવામાં આવ્યા હતાં.
સીબીડીટી અનુસાર દરોડા દરમિયાન પાંચ કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી હતી અને ૧૪ બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતાં. સીબીડીટીએ બિઝનેસ જૂથોના નામ જાહગેર કર્યા સિવાય એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોના અને હીરાના ઘરેણાનો બિઝનેસ કરનારા એક જૂથના કેસમાં દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસથી જાણવા મળ્યું હતું કે તેમણે પોતાની બિનહિસાબી આવકને સંતાડવા માટે જવેલરી રોકડામાં ખરીદી હતી. બોર્ડે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે જૂથે ગ્રાહકો પાસેથી એડવાન્સમાં ૧૨ કરોડ રૂપિયાથી વધુની રકમ પોતાના હિસાબી ચોપડાઓમાં નોંધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.