રોટોમેક ગ્લોબલ સામે સીબીઆઇનો કેસ, ૭૫૦ કરોડની બેંક છેતરપિંડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સીબીઆઇએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) સાથે જોડાયેલા ૭૫૦.૫૪ કરોડ રૃપિયાની કથિત છેતરપિંડીના કેસમાં કાનપુરની રોટોમેક ગ્લોબલ અને તેમના ડાયરેકરોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.પેન બનાવનારી કંપની પર બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વવાળી સાત બેંકોના જૂથનું કુ કુલ ૨૯૧૯ કરોડ રૃપિયાનું દેવું છે. આ બાકી રકમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની બાકી રકમ ૨૩ ટકા છે.તપાસ એજન્સીએ કંપની અને તેના ડાયરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ જોગવાઇઓ ઉપરાંત ગુનાહિત કાવતરું (૧૨૦-બી) અને છેતરપિંડી (૪૨૦)થી સંબધિત આઇપીસી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.બેંકોના જૂથની ફરિયાદને આધારે કંપની અગાઉથી જ સીબીઆઇ અને ઇડીની તપાસમાં દાયરામાં છે. સીબીઆઇએ પોતાની ફરિયાદમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકે આરોપ મૂક્યો હતો કે કંપનીને ૨૮ જૂન, ૨૦૨૧ના રોજ ૫૦૦ કરોડ રૃપિયાની નોન ફંડ આધારિત ૫૦૦ કરોડ રૃપિયાની મર્યાદા મંજૂર કરવામાં આવી હતી.બેંકે આરોપ મૂક્યો છે કે કંપનીની વિદેશ વેપાર જરૃરિયાતોને પૂર્ણ કરવા માટે ૧૧ લેટર્સ ઓફ ક્રેડીટ (એલસી) ઇશ્યુ કર્યા હતાં. આ તમામ પત્ર હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. જે ૭૪૩.૬૩ કરોડ રૃપિયાની બરાબર છે.બેંકોનો આરોપ છે કે દસ્તાવેજોના અભાવમાં બિલ્સ ઓફ લેડિંગમાં દાવો કરવામાં આવેલા વેપાર જહાજ અને યાત્રીઓની પ્રામાણિકતા પર શંકા છે.બેંક દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં હિસાબી ખાતાઓમાં કથિત હેરફેર અને એલસીથી ઉત્પન્ન થનારી બાકી રકમનો ખુલાસો ન કરવાના સંકેત મળ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.