નોઈડામાં કૂતરાના માલિકની બેદરકારીના કારણે પાલતુ કૂતરાએ બાળકને બચકુ ભર્યું.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગ્રેટર નોઈડા ઓથોરિટીએ બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રહેતા એક બાળકને પાલતુ કૂતરા દ્વારા કરડવાના કેસની તપાસ કરવામાં આવી હતી તે દોષી ઠર્યો હોવાથી કૂતરાના માલિકને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રેટર નોઈડા ઓથોરિટીના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો.પ્રેમચંદે જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે, સોસાયટીમાં રહેતા કાર્તિક ગાંધીના કૂતરાએ એ જ સોસાયટીમાં રહેતા રૂપેન્દ્ર શ્રીવાસ્તવ નામના બાળકને લિફ્ટમાં બચકુ ભર્યું હતું.તેમણે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે, કૂતરાના માલિકની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે, ગ્રેટર નોઈડા ઓથોરિટીએ કાર્તિક ગાંધી પર 10,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ રકમ એક સપ્તાહની અંદર ઓથોરિટીના ખાતામાં જમા કરાવવાની રહેશે.તેમણે જણાવ્યું કે, કૂતરાના માલિકે બાળકની સારવારનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બાળકને ગઈકાલે રાત્રે કાર્તિક ગાંધીના કૂતરાએ બચકુ ભર્યું હતું અને તેના પિતાએ ટ્વિટર દ્વારા પોલીસ અને ગ્રેટર નોઈડા ઓથોરિટીને આ ઘટનાની જાણ કરી હતી.
ગુરૂગ્રામમાં ઘાયલ મહિલાને બે લાખનું વળતર
હરિયાણાના ગુરુગ્રામમાં પણ પાલતુ કૂતરાના હુમલાનો મામલો સામે આવ્યો છે જ્યાં પીડિતને બે લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મંગળવારે ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCG)ને પાલતૂ કૂતરાના હુમલામાં ઘાયલ થયેલી મહિલાને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ફોરમે એમ પણ કહ્યું કે, જો એમસીજી ઈચ્છે તો આ વળતરની રકમ કૂતરાના માલિક પાસેથી વસૂલ કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.