જેગુઆર લેનડરોવરએ 14-19 નવેમ્બર 2022 સુધી પોતાના એન્યુઅલ હોલિડે સર્વિસ કેમ્પની ઘોષણા કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ ફક્ત પોતાના જ ગ્રાહકો માટે ભારતમાં તમામ ઓથોરાઇઝ્ડ રિટેલર્સ ખાતે 14થી 19 નવેમ્બર 2022 દરમિયાન પોતાના એન્યુઅલ (વાર્ષિક) હોલિડે સર્વિસ કેમ્પની ઘોષણા કરી છે. કેમ્પ ખાતે ગ્રાહકો વ્યાપક વ્હિકલ ચેક (તપાસ) અને બ્રાન્ડેડ ગુડ્ઝ પર વિશિષ્ટ ઓફર્સનો ફાયદો મેળવી શકે છે. દરેક વ્હિકલ્સને ઉચ્ચ તાલીમબદ્દ જેગુઆર અને લેન્ડ રોવરના ટેકનીશિયન્સ દ્વારા તપાસવામાં આવશે અને જેગુઆર અને જરૂર લાગે ત્યાં લેન્ડ રોવર જેન્યુઇન પાર્ટ્સની ખાતરી પ્રાપ્ત કરશે.

આ કેમ્પ 32 પોઇન્ટ ઇલેક્ટ્રોનીક વ્હિકલ હેલ્થ ચેક-અપમાં પ્રત્યેક મુસાફરી સુરક્ષિત અને સલામત હોય તેની ખાતરી કરતા બ્રેક અને વાઇપર ચેક, ટાયર અને ફ્લુઇડ લેવલ ચેક તેમજ વ્યાપક બેટરી હેલ્થ ચેક ઓફર કરવામાં આવશે.

જેગુઆર લેન્ડ રોવરના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતુ કે: “આ રજાઓની સિઝનમા અમે જેગુઆર અને લેન્ડ રોવરના ઉચ્ચ તાલીમબદ્ધ ટેકનીશિયન્સ દ્વારા વ્યાપક વ્હિકલ હેલ્થ ચેક તપાસમાં અમારા ગ્રાહકોને આવકારીએ છીએ. હોલિડે સર્વિસ કેમ્પ એ એક ઉપયોગી પ્રોગ્રામ છે જેથી અમારા ગ્રાહકોની સિઝનલ જરુરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.”
જે ગ્રાહકો શેફર્સ ધરાવે છે તેમના સર્વિસ કેમ્પમાં ખાસ રચવામાં આવેલ શેફર ટ્રેઇનીંગ પ્રોગ્રામ*નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ડ્રાઇવીંગ અને વ્હિકલ નિભાવના દરેક પાસાઓને આવરી લેશે.

આ સેવાઓ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકો નજીકના ઓથોરાઇઝ્ડ રિટેલરની 14થી 19 નવેમ્બર 2022 દરમિયાન સવારના 9.30થી 4.30ની મધ્યમાં એપોઇન્ટમેન્ટ લઇ શકે છે.

લેન્ડ રોવર વ્હિકલ્સના સર્વિસ કેમ્પ પરની વધુ માહિતી માટે, અહી ક્લિક કરો
જેગુઆરના વ્હિકલ્સના સર્વિસ કેમ્પ પરની વધુ માહિતી માટે, અહી ક્લિક કરો

ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 21 શહેરોમાં 25 ઓથોરાઇઝ્ડ આઉટલેટસ મારફતે ઉપલબ્ધ છે જેમાં અમદાવાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.
*શેફર ટ્રેઇનીંગ પ્રોગ્રામ પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ છે, વધુ માહિતી માટે તમારા શહેરમાં ઓથોરાઇઝ્ડ રિટેલરનો સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.