ભારતની નિકાસ ઓક્ટોબરમાં ૧૭ ટકા ઘટીને ૨૯.૭૮ અબજ ડોલર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં વસ્તુઓના નિકાસમાં લગભગ બે વર્ષ પછી ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૧૬.૬૫ ટકા ઘટીને ૨૯.૭૮ અબજ ડોલર રહી છે. વેપાર ખાધ વધીને ૨૬.૯૧ અબજ ડોલર થઇ ગઇ છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.જેમ્સ અને જ્વેલરી સહિત એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, તમામ ટેક્સટાઇલના રેડીમેઇડ ગારમેન્ટ, કેમિકલ, ફાર્મા, મરીન પ્રોડક્ટ, લેધર સેક્ટરની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.ઓક્ટોબરમાં આયાત ૬ ટકા વધીને ૫૬.૬૯ અબજ ડોલર રહી છે. ક્રૂડ ઓઇલ, કોટન, ખાતર અને મશીનરીની આયાતમાં વધારો થયો છે.એપ્રિલથી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન નિકાસ ૧૨.૫૫ ટકા વધીને ૨૬૩.૩૫ અબજ ડોલર નોંધવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન આયાત ૩૩.૧૨ ટકા વધીને ૪૩૬.૮૧ અબજ ડોલર નોંધવામાં આવી છે.એપ્રિલથી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન વેપાર ખાધ ૧૭૩.૪૬ અબજ ડોલર રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૯૪.૧૬ અબજ ડોલર રહી હતી.ઓક્ટોબર, ૨૦૨૧માં વેપાર ખાધ ૧૭.૯૧ અબજ ડોલર રહી હતી.નવેમ્બર, ૨૦૨૦માં નિકાસ ઘટીને ૮.૭૪ ટકા રહી હતી.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્યુટીઓ)ના અંદાજ મુજબ ૨૦૨૨માં વૈશ્વિક વેપાર ૩.૫ ટકાના દરે વધશે જ્યારે ૨૦૨૩માં ફક્ત એક ટકાના દરે વધશે.એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં ભારતની ચીનમાં નિકાસ ૩૭.૩ ટકા ઘટીને ૮.૮ અબજ ડોલર રહી છે. અમેરિકામાં ભારતની નિકાસ ૮.૪ ટકા વધીને ૪૭ અબજ ડોલર રહી છે. ભારતની નિકાસ યુએઇમાં ૧૭.૬ વધીને ૧૮૯ અબજ ડોલર રહી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.